દક્ષિણ ગુજરાતબ્રેકીંગ ન્યુઝ

નર્મદા જીલ્લાનાં ડેડીયાપાડા ખાતે ઈકો સેન્સેટિવ ઝોન વિરુદ્ધમાં જંગી જાહેર સભા: આંદોલનનાં એધાંણ?

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

  • નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં ઈકો સેન્સેટિવ ઝોન વિરૂદ્ધમાં BTS ની જંગી જાહેરસભા, સરકાર પર લગાવ્યા ગંભીર આક્ષેપ:
  • ઈકો સેન્સેટિવ ઝોન રદ કરો બાકી “ટાઈગર અભી ઝીંદા હે”: ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાની સરકારને ચેતવણી:
  • આદિવાસી વિસ્તારમાં ડેમ હોવા છતાં આદિવાસીઓને પીવાનું પાણી પણ નસીબ નથી: ધારાસભ્ય
  • તમે બંદૂક ઉઠાવશો તો અમે તીર કામઠા, આદિવાસી સમાજને હથિયાર ઉઠાવવા મજબૂર ન કરશો: ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાની સરકારને ચેતવણી:

ડેડીયાપાડા:- સ્ટેટ્યુ ઓફ યુનિટીની આજુબાજુના ઓ નર્મદા જિલ્લાના 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ કરાયો હતો.બાદ 121 ગામના આદિવાસીઓ ખેડુતોના નમૂના નંબર 7 માં ઈકો સેન્સેટિવ ઝોનના નામની કાચી એન્ટ્રી પડતા વિવાદ વધ્યો હતો. જેે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ -પોતે પણ એ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.તો સાથે સાથે કોંગ્રેસ અને BTS એ પણ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.અંતે સરકારે ઈકો સેન્સિટિવ ઝોનની એન્ટ્રી રદ કરતા વિવાદ અને વિરોધ પર પૂર્ણવિરામ મુકાયું હતું. પરંતુ આ કેન્દ્રનો મામલો હોય સરકાર ફરી આ નિયમ લાગુ ના કરે એ માટે BTS દ્વારા આંદોલન હજુ ચાલુ રાખ્યું છે. ત્યારે ડેડીયાપડા પીઠા ગ્રાઉન્ડ માં એક જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એક બાજુ 26 જાન્યુઆરી ના જાહેર કાર્યક્રમો ઠેર ઠેર યોજાયા સાથે ડેડીયાપાડા માં BTS નો જાહેર કાર્યક્રમ યોજાયો. આ સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ જાહેર થઈ ગઈ છે ત્યારે આ જાહેર સભામાં કડક પોલીસ સુરક્ષા બંધોબસ્ત જોવા મળ્યો હતો

આગામી સમયમાં નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ઈકો સેન્સેટિવ ઝોનને લઈ ને ભીલીસ્થાન ટાઈગર સેના ઘણું ગંભીર છે કેમકે આદિવાસીના અસ્તિત્વનો સવાલ છે. એટલે આજે ડેડીયાપાડામાં ઈકો સેન્સિટિવ ઝોન હટાવો અને અનુસૂચિ-5 બચાવોના નારા સાથે એક જાહેરસભાનું આયોજન કર્યું છે.

જોતા આગામી સમયમાં ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે. બીજી બાજુ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર એમ કહી રહ્યું છે કે પૂરતી માહિતીના અભાવે અમુક લોકો જાહેર જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. ઈકો સેન્સેટીવ ઝોનની રચનાનો મુખ્ય હેતુ પ્રાકૃતિક સૌંદર્ય જળવાઈ રહે, જળસ્ત્રાવ માટે નદીઓનું અસ્તિત્વ જળવાઈ રહે, જૈવિક સંપતિ અને વન્યજીવો ઉપર આડકતરી રીતે બધાનું અસ્તિત્વ ઉભુ ન થાય તેમજ આદિવાસી સમાજની જળ જંગલ-જમીન-ખનીજ સંપદાઓ, વગેરેનું પર્યાવરણીય રક્ષણ રહે તે માટેનો છે.

ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિ એવી છે કે આદિવાસીઓએ મજબૂરીમાં પોતાની દિકરીને વેચવાનો વારો આવ્યો છે. અમે એવા આદિવાસી પરિવારો માટે ફાળો ઉઘરાવી આદિવાસી યુવતીઓ માટે સારો વરરાજા શોધી લગ્ન કરાવી આપીશું. સરકારે ઈકો સેન્સેટિવ ઝોન બનાવી જંગલમાં સુતેલા આદિવાસી સિંહને જગાડ્યો છે, છંછેડયો છે. સરકારે અમારું લોહી પીધું છે હવે અમારો વારો છે અમે પણ એમનું લોહી પીવામાં કચાસ નહિ રાખીએ. અનામતના નામે ફાલતુ ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે અને તેઓ ભાજપ કોંગ્રેસના હાથા બની આદિવાસીઓને છેતરે છે પણ હવે જનતા એવા લોકોને ઓળખી ગઈ છે. 

આ પ્રસંગે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા, BTPના રાષ્ટ્રીય મહાસચિવ રાજ વસાવા, નર્મદા જિલ્લા BTP પ્રમુખ ચૈતર વસાવા, નર્મદા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન બહાદુર વસાવા, JNU ના વિદ્યાર્થી નેતાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ લોકો ઉપસ્થિતિ રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है