શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ
કારસેવકોના બલિદાન અને કરોડો હિન્દુઓની ધીરજ અને મા.પ્રધાનસેવક પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદીના દ્રઢ નિશ્ચય અને સંકલ્પના કારણે હિન્દુઓની આસ્થાના પ્રતીક ભગવાન રામના ભવ્ય મંદિરના ભૂમિપૂજનનો પાવન અવસર આજે રામ જન્મ ભૂમિ અયોધ્યા નગરીમાં અનેરી ખુશી આસ્થા શ્રદ્ધા સાથે ઉજવાય રહ્યો છે. ભારત માટે આજનો દિવસ ઉત્સવ કરતા ઓછો નથીઃ
રામજન્મ ભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીજી પહોચ્યાં: હનુમાન ઘડીએ સૌ પ્રથમ દર્શન કરી ને બાદમાં પહોચ્યાં ભૂમિ પૂજન કાર્યક્રમમાં ત્યારબાદ દરેક લોકોએ મુખ્ય મહેમાનનાં બે બોલ સાંભળ્યા હતાં સાથે મુખ્યમંત્રી યોગીજી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં પ્રમુખ ડો. મોહન ભાગવત અને અનેક મહંત,સાધુ,સંતો અનેક ખાસ લોકોની ઉપસ્થિતિમાં રામ મંદિર નિર્માણનું શરુઆતનું કામ “ભૂમિ પૂજન” આદરણીય વડાપ્રધાનનાં કર કમલ દ્વારા કરવામાં આવ્યું, લડત અને લાંબા સંઘર્ષનાં ઘણાં મહાનુભાવોને આમંત્રણ ન આપી શક્ય નો યોગીજી એ કર્યો ખેદ વ્યક્ત! આદરણીય મોદીજીએ ગુલામી સમયના સંઘર્ષ સાથે જોડીને રામ મંદિર નિર્માણ કાર્યમાં લોકોએ આપેલા બલિદાનો અને સઘર્ષ યાદ કર્યા હતાં, આપણે એ આજે સુનીચીત્ત કરવાનું છે કે કેવી રીતે ભગવાન રામને તથાં તેનાં ગુણોને,સંસ્કારોને,સામાજિક સંદેશો સમગ્ર જન-જન અને દેશ-વિદેશમાં ફેલાવવાની આપણી તથાં આપનાં બાળકોની ફરજ છે,(મોદીજી) સંબોધન કરતાં વડાપ્રધાન મોદીજીએ ગાંધીજીનાં રામ રાજ્યની પરિભાષા ઉપસ્થિત લોકોને કહી સંભળાવી સાથેજ આપણે દરેક લોકોની ભાવનાને પણ ધ્યાન રાખીને દરેક કામ કરવાનું છે, ભગવાન રામનું મંદિર યુગો યુગો સુધી શ્રીમર્યાદા પુરષોત્તમ રામના ચરિત્રને પ્રગટ કરતુ રહશે: અને મદિર કરતાં આપણામાં રામ વાસ કરે તે ઘણું જરૂરનું છે, જય શ્રી રામના નારાં સાથે વક્તવ્યની શરૂઆત કરીને જય શ્રી રામના નારાં સાથે ટુકું સંબોધન પૂર્ણ કર્યું હતું,આ કાર્યક્રમમાં ૧૫ લાખ ટપાલ ટીકીટોનું રામમંદિર ફોટોવાળી ટીકીટોનું કરવામાં આવ્યું લોકાર્પણ સાથે અનેક ધાર્મિક મહાનુભાવો આ એતીહાસીક પળનાં સાક્ષી બન્યાં હતાં. સમગ્ર કાર્યક્રમમાં “સબ કા રામ” “સબ મેં રામ” સૂત્રનો આદરણીય વડાપ્રધાન અને ડો.મોહન ભાગવત દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો જે સોસીયલ મીડિયામાં પ્રિયંકા ગાંધીએ લખયો હતો, ને પાછલાં દિવસો થી ધૂમ મચાવી રહ્યો છે,