શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જીલ્લા ની 149 ડેડિયાપાડા સામાન્ય વિધાનસભા બેઠકના ભાજપા ઉમેદવાર તરીકે હિતેશ વસાવા ના નામની જાહેરાત;
દોઢ- બે વર્ષ પહેલાં જ BTP સાથે ઘરોબો ધરાવનાર ઉમેદવાર ને પાર્ટી એ ટિકિટ ફાળવતા પક્ષ ના જુના જોગીઓ માં ભારે અસંતોષ;
ડેડીયાપાડા બેઠક પર માજી વન મંત્રી મોતિસિંગ વસાવા, બબ્બે પુર્વ જીલ્લા પંચાયત પ્રમુખ શંકર વસાવા અને મનજી વસાવાના પત્તા કપાયા;
ભારતીય જનતા પાર્ટી એ પોતાના 160 ઉમેદવારો ના નામની જાહેરાત કરી દીધી હતી જેમાં ડેડીયાપાડા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર નો કોકડું ગૂંચવાયું હતું તેથી આજરોજ નર્મદા જીલ્લા પંચાયત ના સદસ્ય એવાં હિતેશ વસાવા ઉર્ફે ભોલા દીવાલ શેઠ ના પુત્ર ને ભાજપા એ પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે.
ડેડીયાપાડા બેઠક પરથી માજી વન મંત્રી મોતિસિંગ વસાવા સહિત જીલ્લા પંચાયત ના બે પુર્વ પ્રમુખો શંકર વસાવા અને મનજી વસાવા સહિત ફુલસિંગ વસાવા નાઓએ પાર્ટી પાસે ટિકિટ માંગી હતી, પરંતુ તેમના પત્તા કપાયા હતા અને નવાઝ ચેહરા ની ભાજપા મોવડી મંડળ દ્વારા પસંદગી કરવમાં આવી છે. જેથી જુના જોગીઓ માં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે,
અત્રે ઉલ્લેખનીય છેકે હિતેશ વસાવા ઉર્ફે ભોલો સહિત તેનાં પિતા અગાઉ બે વર્ષ પહેલાં BTP માં ધારાસભ્ય છોટુભાઇ વસાવા અને ધારાસભ્ય મહેશ વસાવા સાથે કામગિરી કરતા હતા અને ત્યારબાદ તેમની સાથે છેડો ફાડીને ભજપા માં જોડાયા, અને ભારતીય જનતા પાર્ટીએ જીલ્લા પંચાયત ની પણ ટિકિટ આપી હિતેશ વસાવા ઉર્ફે ભોલો ને વિજયી બનાવ્યો હતો, અને પાછી વિધાનસભા ની ટિકિટ ફાળવી આપતા જુના ભાજપા ના આગેવાનો કાર્યકરો રોષે ભરાયેલા જૉવા મળી રહયા છે,અને એ સ્વાભાવિક પણ છે. હવે જોવું રહ્યું કે ડેડીયાપાડા ના લોકોનો મૂડ અને અહીંયાનું રાજકારણ હવે કઈ દિશા માં જાય છે.