રાજનીતિ

સોનગઢ લીંબી જુથ ગ્રામ પંચાયત દ્વારા તાપી કલેકટરને આવેદનપત્ર આપી ફેર મતગણતરીની માંગ કરાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

સોનગઢ લીંબી જુથ ગ્રામ પંચાયત દ્વારા તાપી કલેકટરને આવેદનપત્ર આપી ફેર મતગણતરી ની માંગ ઉઠવા પામી છે,  માટે ગ્રામ જનો એ  એકઠા મળી નોધાવ્યો વિરોધ, 

મતગણતરીના સ્થળે હાજર બે અધિકારીઓને સસ્પેન્ડ કરવા ની માંગ કરી:

સોનગઢ તાલુકાના લીમ્બી જુથ ગ્રામ પંચાયત દ્વારા આપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી મતગણતરીના સ્થળે જેમની જવાબદારી ન હતી તેવા બે અધિકારીઓને સસ્પેન્ડ કરી ને ફરીથી મત ગણતરીની માંગ કરવામાં આવી હતી, અને કોના ઇશારે તેઓએ હાજર રહ્યા તેની તપાસની લોકો માંગ કરી રહ્યાં છે,

તાપી: ગતરોજ સોનગઢ મામલતદાર કચેરીમાં લિંબિ અને વાઘનેરા ગ્રામ પંચાયત દ્વારા ફેર મતગણતરીની માંગ કરવામાં આવી હતી, આવી જ માંગો જીલ્લા ની બીજી અનેક ગ્રામ પંચાયતોમાં ઉઠવા પામી છે, ઘણા સ્થળે થયેલ કુલ મતદાન, અને મતપેટી માં થી નીકળેલા મતો વચ્ચે તફાવત હોવાની બૂમરાણો ઊઠી રહી છે. જેને લઇ આજરોજ સોનગઢ તાલુકાના લીંબિ જુથ ગ્રામ પંચાયતના બે સરપંચના ઉમેદવારોએ ફેર ગણતરીમાં સાથે તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને માંગણી કરી હતી કે દાનશીંગભાઈ ચોધરી લીંબી પ્રાથમિક શાળામાં શિક્ષક, અને માવજીભાઈ જેઓ મુખ્ય શિક્ષક છે તેમની મતગણતરીના સ્થળે જવાબદારી ન હતી છતાં પણ તેઓ મતગણતરીની પક્રિયા માં કેમ ત્યાં આવીને જોડાયા હતા?? અને આશંકા વ્યક્ત કરાઈ છે કે વોર્ડ નંબર 1 થી 5 ની મતપેટીઓ ની ફેર મત ગણતરી કરવામાં આવે કારણ કે ત્યાં છેડછાડ કરી પરિણામ બદલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે લોકશાહી જળવાઈ રહે તે માટે ઉમેદવારો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સમર્થકોએ કરેલી માંગણી તાપી જિલ્લા ચૂંટણી અધિકારી સ્વીકારે છે કે નહીં? અને ફરીથી મત ગણતરી થાય છે કે નહીં?? સાથોસાથ સવાલ એ પણ ઊભા થાય છે કે જે વ્યક્તિઓને ત્યાં જવાબદારી ન હતી તેઓ કેમ મતગણતરીની પ્રક્રિયા માં જોડાયા?? અને જો એમને ત્યાં જવાબદારી હતી તો લેખિતમાં તેના પુરાવા અને સીસીટીવી ફૂટેજની માંગ કરવામાં આવી છે તે ઉમેદવારો અને મતદારોને આપવામાં આવે છે કે કેમ?? ઘણા બધા સ્થળે મતગણતરી પ્રક્રિયા માં જોડાયેલા અધિકારીઓ પર જ્યારે તેમની ભૂમિકા સામે સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યારે તાપી જીલ્લા તંત્ર એ વિચારવું જોઈએ અને આ ઉભા થયેલાં ગંભીર પ્રશ્નોના જવાબ આપવા જોઇએ તેવી લોકો માંગ કરી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है