
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
સાગબારા તાલુકામાં ઉભારીયા તાલુકા પંચાયત ની બેઠક માં અપક્ષ ઉમેદવારી કરી 400 થી વધુ મત મેળવનાર જગદીશભાઈ વસાવા તેમજ 700 થી વધુ યુવાઓનું નેતૃત્વ કરી યુવા સંગઠન કરનાર જીતુભાઇ વસાવા (નવાગામ- સેલંબા) એ આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો;
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ ની મિટિંગ કરવામાં આવી હતી, જેમાં સંગઠન બાબતે ચર્ચા કરવામાં આવી હતી , સાથે નવા સંગઠન સમિતિ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.
સાથે સાગબારા તાલુકામાં ઉભારીયા તાલુકા પંચાયત બેઠક માંથી અપક્ષ ઉમેદવારી કરેલ અને 400 થી વધુ મત મેળવેલ એવા જગદીશભાઈ વસાવા તેમજ સેલંબા માં 700 થી વધુ યુવાનો ના સંગઠન સાથે કામ કરનાર યુવા પ્રતિનિધિ શ્રી જીતુભાઇ વસાવા એ નર્મદા જિલ્લાનાં આમ આદમી પાર્ટીના ડૉ. કિરણ વસાવા ના હસ્તે આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો.
આ કાર્યક્રમમાં ડૉ.કિરણ વસાવા, એડવોકેટ યોગેશ વળવી (તાલુકા પ્રમુખ- સાગબારા), મહામંત્રી મહેશભાઈ પાડવી, ઉપપ્રમુખ રાજભાઈ વસાવા , અન્ય સંગઠન ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.