
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
ગત રોજ સવારે 10: 00 કલાકે ભારતીય જનતા પક્ષ કાર્યાલય વાંસદા ખાતે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજી ના સ્મૃતિ દિવસ નિમિત્તે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના ફોટા ઉપર પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, સદર કાર્યક્રમમાં જિલ્લા, તાલુકા સંગઠનના તથા અનેક મોરચાના હોદેદારોની હાજરી આપી હતી.
વાંસદા તાલુકા સમિતિ ના બીજેપી ના પ્રમુખ શ્રીમુકેશ પટેલ. વાંસદા તાલુકા બીજેપી ના મહામંત્રીઓ સંજય ભાઈ બીરારી, રાકેશ ભાઇ શર્મા, નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખભુપેન્દ્ર પટેલ. તથા જિલ્લા મંત્રી શ્રી દલુભાઈ પાડવી, વાંસદા તાલુકા પંચાયત ના કારોબારી અધ્યક્ષ રસિકભાઈ ટાંક, લીરીલ પટેલ, પરેશ પટેલ, નવસારી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી વિરલ વ્યાસ. નવસારી જિલ્લા ભાજપ મંત્રી કૌશિકભાઈ પટેલ અને વાંસદા તાલુકાના બીજેપી ના ઉપપ્રમુખ શ્રી પદુમન સોલંકી, બીનાબેન પુરોહિત, તાલુકા મહિલા મોરચા ના પ્રભારી, ભગવતીબેન કડીવલા તથા તાલુકા મહિલા મોર્ચા પ્રમુખ નીરૂબેનપટેલ, ડો.લોચન શાસ્ત્રી, હસમુખ ભાઈ ચૌધરી, સંજય પટેલ, હાઇન ગામીત, ચિરાગ કડોડીયા, ધર્મેન્દ્ર સિહ સોલંકી, જયશ્રીબેન વકીલ, ધર્મેશ પટેલ સહીત અન્ય પદાધિકારીઓ તથા તમામ મોરચાના હોદેદારોએ હાજર રહી ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિવસ અંતર્ગત પુષ્પાજલી આપી તેમણે કરેલા દેશ હિત માટે ના કાર્યોની પ્રશંસા કરવામાં આવી હતી, અને તેમનાં જીવન ની બીજાઓને પ્રેરણા આપે તેવી વાતો વીરલ ભાઈ વ્યાસે રજુ કરી હતી.