
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
આગામી ૧૮ એપ્રિલે યોજાનાર ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ:
પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૨૦૦ મીટરના વિસ્તારમા ફેકસ/ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધઃ
તાપી જિલ્લાના ૦૩ કેંદ્રો ખાતે પરીક્ષા યોજાશે:
વ્યારા-તાપી: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી, ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસ ક્રમોમાં પ્રવેશ મેળવવા માટે HSC વિજ્ઞાન પ્રવાહના A, B, AB, ગૃપના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ(ગુજકેટ) પરીક્ષાનું આયોજન આગામી તા.૧૮-૦૪-૨૦૨૨ના રોજ સવારે ૧૦.૦૦ થી ૧૬.૦૦ કલાક સુધી તાપી જિલ્લાના ૦૩ પરીક્ષા કેન્દ્રો ખાતે કરવામાં આવેલ છે. પરીક્ષાને અનુલક્ષીને જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
આ જાહેરનામા અનુસાર તા.૧૮-૦૪-૨૦૨૨ના રોજ સવારે ૧૦.૦૦ થી ૧૬.૦૦ કલાક સુધી સમગ્ર વિસ્તારના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના ધેરાવામાં પરીક્ષા દરમિયાન કોઈ પણ અનઅધિકૃત વ્યકિતઓએ એકત્રિત થવા પર કે હથિયાર, મોબાઈલ લઇ જવા, પરીક્ષા દરમિયાન તેનો ઉપયોગ કરવા ઉપર કે લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના ધેરાવામાં અને પરીક્ષા સમયના એક કલાક પહેલાથી પરીક્ષા સમય દરમિયાન ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. નોધનીય છે કે, પરીક્ષા કેન્દ્રો ઉપર ફરજ પરના વ્યકિતઓને આ હુકમ લાગુ પડશે નહિ. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.
ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ(ગુજકેટ) પરીક્ષાઓ ૦૩ કેંદ્રો ખાતે યોજાશે. જેમાં જે.બી.એન્ડ એસ. એ. સાર્વજનિક હાઇસ્કુલ, ટાવર રોડ, વ્યારા, શ્રીમતી કે.કે.કદમ કન્યા વિદ્યાલય, ટાવર રોડ, વ્યારા અને શ્રી કે.બી.પટેલ પ્રાથમિક શાળા, જુના બસ સ્ટેન્ડ પાસે, વ્યારા, તાપીનો સમાવેશ થાય છે.