શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ રિપોર્ટર: પ્રદીપભાઈ સાપુતારા
ભારત જોડો યાત્રાને એક વર્ષ પુર્ણ થતાં, કોંગ્રેસ દ્વારા આહવા ખાતે રેલીનું આયોજન કરાયું.
ડાંગ: આહવા ખાતે ગાંધી બાગથી મેઇન રોડ થઈ ફુવારા સર્કલ સુધી રેલીના સ્વરૂપમાં નફરતો કે બાજાર મેં મહોબ્બત કી દુકાન ખોલવા માટે ‘ભારત જોડો’ યાત્રા કરવા નીકળેલા આજે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
તા.07/09/2022નાં રોજ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા યોજી દેશભરમાં પ્રેમ, ભાઈચારાનો સંદેશો જનજન સુધી પહોંચાડવા માટે અને એકતાનું અનેરૂ વાતાવરણ ઊભુ કરી દેશની રાજનીતિમાં બદલાવ લાવવા પ્રયાસ કર્યો હતો.
ભારત જોડો યાત્રાને પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે આહવા ખાતે ગાધીબાગ થી મેન રોડ થઈ ફુવારા સર્કલ (આંબાપાડા) સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી, વિરોધ પક્ષનાં નેતા ગીતાબેન પટેલ, લતાબેન ભોયે, મહામંત્રી મુકેશભાઈ પટેલ, સોશિયલ મીડિયા પ્રમુખ મનીષભાઈ મારકણા, ગમનભાઈ ભોયે, નીતિનભાઈ ગાઈન, હરીશભાઈ, ગુલાબભાઈ ગાંગુર્ડે, ભરતભાઈ ભોંયે, વનરાજભાઈ મહેન્દ્રભાઈ ગાવિત, સંજય પવાર, દેવરામભાઈ, જિલ્લા તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો, ચુટાયેલા સદસ્યો, યુવા સંગઠન, મહિલા સંગઠન, પંચાયતના ઉમેદવારો, આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.