
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
ભારતીય જનતા પાર્ટી ડાંગ જિલ્લામાં નમો એપ અને સોશિયલ મીડિયાની કાર્યશાળા યોજાઈ હતી, આગમી કાર્યક્રમો અને પ્રોગ્રામોની અપાઈ વિસ્તૃત માહિતી,
સંગઠન પ્રભારી સીતાબેન નાયકે આ પ્રસંગે નમો એપ અને સોસીયલ મીડિયા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ આગામી દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેદ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ, જળસંચય ,સહિત આરોગ્ય ના કાર્યક્રમો યોજી ઉજવણી કરવા કાર્યકરો,પદાધિકારીઓ ને આહવાન કર્યું હતું. ડાંગ પ્રભારી પ્રફુલભાઈ પાનસેરિયા એ પાર્ટીમાં શિસ્તબ્ધતા માટે ભાર મુક્યો હતો. નમો એપ દ્વારા વિવિધ કાર્યક્રમો કેન્દ્ર અને રાજ્ય સરકાર ની યોજનાઓ નો લાભ દરેક લોકો અને ગ્રામજનો સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો. આજના સમય માં દરેક કાર્યકરે કોઈપણ સ્વાર્થ વગર પાર્ટીમાં કાર્યશીલ રહેવું જોઈએ.જેથી પાર્ટી દ્વારા ચોક્કસ તેની કદર કરવામાં આવશે. તેમજ દરેક કાર્યકર્તાઓને પાર્ટી માટે સમર્પિત અને વફાદાર રહેવું પડશે.
પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવાર, મહામંત્રીઓ હરિરામભાઈ સાવંત, કિશોરભાઈ ગાંવિત ,રાજેશભાઈ ગામીત, આહવા તાલુકા પ્રમુખ કમળાબેન રાઉત, વઘઇ તાલુકા પ્રમુખ સકુન્તલાબેન પવાર, સુબિર તાલુકા પ્રમુખ બુધૂભાઈ કામડી હાજર રહ્યા હતા
દક્ષિણ ગુજરાત ઝોન આઇટી સેલ કન્વીનર જૈનીશભાઈ શાહે રાજ્ય કેન્દ્ર સરકારની વિવિધ લોકોઉપયોગી યોજનાઓની વિસ્તૃત માહિતી બધાને પોહચડવામાં આવી બધા લોકઉપયોગી એવી યોજનાઓની વિસ્તૃત માહિતી આપીને માહિતગાર કરી લોકોને અને આવેલ બધા જનસમુહોને મંત્ર મુગ્ધ કરીને તરબોળ કરી નાખ્યા નમોએપ ,સોસીયલ મીડિયા દ્વારા લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે કાર્યકરો,પદાધિકારીઓ ને પ્રશિક્ષિત કરાયા હતા.આ બેઠકમાં ડાંગ આઇટી સોસીયલ મીડિયાના કન્વીનર ગીરીશભાઈ મોદી,મેરિષભાઈ પવાર,મીડિયા કન્વીનર પાંડુભાઈ ચૌધરી,તાલુકા જિલ્લાના સંગઠન સભ્યો,વિવિધ મોરચાઓ ના પ્રમુખ મંત્રીઓ ,આહવા તાલુકા યુવા મોરચા પ્રમુખ જીગરભાઈ પટેલ,તાલુકા મંડળ પ્રમુખ સંજયભાઈ વહેવારે,મહામંત્રી સતિષભાઈ સૈદાને,મહિલા મોરચા પ્રમુખ સુમનબેન દળવી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો, મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
દક્ષિણ ગુજરાત આઈ ટી સેલ ના પ્રભારી દ્વારા લોકોના માનસ પટ પર ઉભરે એવી છાપ છોડી છે, કારણ કે જેનિશ ભાઈ શાહ દ્વારા ઘણીબધી મહત્વની કડીઓની માહિતી પોહચાડી છે અને જ્યારે જ્યારે તેઓને પૂછવામાં આવશે ત્યારે ત્યારે તેઓ દ્વારા બધાજ પ્રકારની માહિતીઓ પુરી પાડવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.