
શ્રોત: ગ્રામીણ ટુડે પ્રતિનિધિ
કોરોના કહેરનું લોક ડાઉન ખુલ્યું નથી કે ઈંગ્લીશ દારૂની હેરફેર ચાલુ? નવસારીનાં વાંસદામાં નંબર પ્લેટ લગાવ્યાં વગરની મારુતિ કંપની મેક SX4 ફોર વિહિકલમાં ઈંગ્લીશ દારૂની હેરફેર કરતો આરોપી પોલીસનાં સકંજામાં! વાંસદા વિસ્તારનાં બુટલેગરોમાં ફફડાટ સાથે વાંસદા પોલીસની સાખ દાવ પર?
વાહન હંકારનાર તેજસભાઈ ભોયા ઉંમર ૨૭ રેહ. વાંસદાની ગાડીનો શંકાસ્પદ ફિલ્મીઢબે પીછો કરી વાંસદા પોલીસ સ્ટેશનની હદમાં કરી ધરપકડ, વિઝીલન્સ ટીમ દ્વારા મોબાઇલ અને ૨૪૦૪ નંગ અંગ્રેજી દારૂની બોટલો અને ગાડી સાથે કુલ મળી ૧,૬૧,૦૮૦ની રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને તેજસભાઈ ભોયા ઉંમર ૨૭ રેહ. વાંસદાને પોલીસ કસ્ટડીમાં ધકેલાયો માહિતી અનુસાર ગાંધીનગર થી એસ.આર.શર્મા વિઝીલન્સ ટીમનું સફળ ટ્રેપ! આરોપી ઈંગ્લીશ દારૂની હેરફેર કરતાં વાંસદા પાસેથી પસાર થતી વખતે વિઝીલન્સ ટીમે ફિલ્મીઢબે પીછો કરીને આરોપીને ઝડપી લીધો અને નજીકના વાંસદા પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ સોંપીને વધુ તપાસ હાથ ધરી છે
,