શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
અગામી યોજાનાર નાંદોદ બેઠક પર વિધાનસભાની ચુંટણી મા ભાજપના પુર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવાને ટિકિટ ના મળતા બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી:
હર્ષદ વસાવા એ મોટી સંખ્યામાં લોકો સાથે સરઘસ કાઢી શક્તિ પ્રદર્શન કરી પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું :
શું હર્ષદ વસાવા સાંસદ મનસુખ વસાવા જીલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિત સ્થાનિક હોદ્દેદારોની જૂથબંધી નો ભોગ બન્યા ??
હર્ષદ વસાવાની અપક્ષ ઉમેદવારી થી ભાજપા ની મહીલા ઉમેદવાર ની ચાલ ભોંય ભેગી થાય તો નવાઈ નહીં..!!
ભારતીય જનતા પાર્ટી એ ગતરોજ પોતાનાં 160 ઉમેદવાર ની જાહેરાત કરતાં નાંદોદ વિધાનસભા બેઠક માટે ના પ્રબલ દાવેદાર માનવામાં આવતાં પુર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા ને ટિકિટ ફાળવવામાં ના આવતાં સમગ્ર જીલ્લા માં તેના ઘેરા પ્રત્યાઘાતો કાર્યકરો મા પડી રહેલા જૉવા મળ્યા હતા, નાંદોદ 148 વિધાનસભા બેઠક માટે ના ઉમેદવાર તરીકે ડૉ. દર્શનાબેન દેશમુખ ઉપર પસંદગી નો કળશ ભાજપા એ ઢોળ્યો છે, જેથી પક્ષ ના જૂના અને દાયકાઓથી પાર્ટી નું કામકાજ કરતાં કાર્યકરો રોષે ભરાયેલા જૉવા મળી રહયા છે, હર્ષદ વસાવા ના સાલા ના નિવાસસ્થાને તેઓને ટિકિટ ફાળવવામાં ના આવતાં સહાનુભૂતિ વ્યક્ત કરતાં કાર્યકરો આગેવાનો જૉવા મળ્યા હતા, અને હર્ષદ વસાવા ને કોઈ પણ ભોગે ઉમેદવારી નોંધાવવા કાર્યકરો આગેવાનો તરફ થીદબાણ કરવામાં આવી રહ્યું હતું જેથી આજરોજ ભારે વિચાર વિમર્શ કર્યાં બાદ હર્ષદ વસાવા એ પોતાના ભારે જનસમર્થન સાથે શક્તિ પ્રદર્શન કરી ને સરઘસ કાઢી અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવતા નર્મદા જીલ્લા ના રાજકિય માહોલ મા ભારે ગરમાવો આવ્યો છે.
હર્ષદ વસાવા ની બાદબાકી કરવાનું ભાજપા માટે કપરું પણ સાબિત થાય તો નવાઈ નહી !! કારણ પણ સ્પષ્ટ છે હર્ષદ વસાવા ને ટેકેદારો ચૂંટણી માં ગમે તે ભોગે જંપ લાવવા નો દબાણ કરી રહ્યા હતા, અને તેનું કારણ તેઓની બહુમુખી પ્રતિભા રહ્યુ છે લોકો સાથે કાર્યકરો સાથે નો વાણી વહેવાર મુખ્ય છે, તેઓ બે વાર ધારાસભ્ય તરિકે ચૂંટાયા પણ છે,અને એકપણ વખત ચૂંટણી હાર્યા નથી, જ્યારે તેઓનાં સ્થાને ભાજપા એ પસંદ કરેલા શબ્દશરણ તડવી ઍક વાર જીત્યા છે અને એકવાર હાર્યા પણ છે. જેથી આ વખતે હર્ષદ વસાવા ને પાર્ટી ટિકિટ આપસેજ નું ચર્ચાયેલ હતું પરંતુ ભાજપા સંગઠન ના જીલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિત કેટલાક હોદ્દેદારો તેમજ આદિવાસી બેલ્ટ ના સાંસદ મનસુખ વસાવા સાથે ગજગ્રાહ જગ જાહેર છે આ ગજગ્રહ ચાલતો હોય ને તેમનાં દબાણ માં જ ટિકિટ કપાઈ હોવાનું ચર્ચાસ્પદ બનેલ છે. નાંદોદ વિધાનસભા બેઠક ના પુર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ હર્ષદ વસાવા ની જ્યારે પ્રથમ વખત બાદબાકી થયી ત્યારે તેમનું નામ જાહેર કરી દેવામાં આવ્યું હતું, ટી. વી. ચેનલો ઉપર પ્રકાશિત પણ થયી ગયું હતું પરંતુ એક મોટા ગજાના નેતા એ હાલના વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ ખોટી રજુઆત કરી ભાજપા ના એક કદાવર અને સંનિષ્ઠ નેતા ની ટિકિટ કાપી હોવાનું પણ લોકોના મુખે ચર્ચાસ્પદ બનેલ હતું. તેમછતાં ભૂતકાળ ને ભુલી હર્ષદ વસાવાએ નિષ્ઠા પુર્વક કામગિરી કરી હતી અને સબ્દશરણ તડવી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા, બીજીવાર પણ હર્ષદ વસાવા એ ટિકિટ માંગી હતી, પરંતુ શબ્દશરણ તડવી નેજ 2017 માં ભાજપા કાર્યકરો માં ભારે અસંતોષ છતાં રિપિટ કરાયા હતા અને ભાજપા એ પોતાનો ઉમેદવાર વનમંત્રી હોવા છતાં પણ નાંદોદ વિધાનસભા બેઠક ગુમાવી હતી અને કાઁગ્રેસ ના પી. ડી. વસાવા વિજેતા થયાં હતાં.
આ વખતે પોતે એક પણ વાર ચૂંટણી હાર્યાં નથી,પોતે ગુજરાત પ્રદેશ આદિજાતી મોર્ચા ના પ્રમુખ પદે પણ હોય અને રાષ્ટ્રિય આદિજાતી આયોગ ના સભ્ય તરીકે પણ સફળ કામગિરી બજાવી હોય ને હર્ષદ વસાવા પોતાનેજ ટિકીટ મળશે ની આશા પક્ષ પાસે રાખતા હતા પણ જુથબંધી નો ભોગ બન્યા અને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, ઉમેદવારી નોંધાવવા તેમની સાથે પુર્વ નર્મદા જીલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ દેસાઈ, મહીલા આગેવાન ભારતીબેન તડવી, જુનારજ નાં આદિવાસી આગેવાન ગોપાલ વસાવા, જીલ્લા પંચાયત ના સદસ્ય કિરણ વસાવા, તડવી સમાજ ના આગેવાનો, ભીલ સમાજ ના આગેવાનો,સહિત વિવિધ ગ્રામ પંચાયતો ના સરપંચો, સહિત હજારોની સંખ્યા મા લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
હવે હજી સુધી કોંગ્રેસ દ્વારા કોઈ ઉમેદવારના નામ ની નાંદોદ વિધાનસભા ની ચુંટણી મા કરવામાં આવી નથી, તો શું હર્ષદ વસાવા તેમનાં ટેકેદારો સાથે અપક્ષ ઉમેદવાર તરીકે મેદાન મા ઝુકાવ્યું છે હવે એ જોવુ રહ્યુ કે આગમી સમય માં આની કેટલી અસર થાય છે, જોકે ઍક વાત તો નિશ્ચિંત જ છે કે હર્ષદ વસાવાની અપક્ષ ઉમેદવારી થી ભાજપા ના પગ તળે થી જમીન સરકી ગઈ છે.તેવું લોકોનાં મત મુજબ સપષ્ટ દેખાય રહયું છે.