શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
નર્મદા જિલ્લામાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે વા્ક યુદ્ધ:
સાંસદ મનસુખ વસાવા એ ધારાસભ્ય ચૈતર વસાવાને ખાબોચિયાની સાથે સરખામણી કરતા લોકોને ભરમાવાનો ચૈતર વસાવા ઉપર આરોપ:ધારાસભ્ય ચૈતર વસાવાનો વળતો જવાબ “મંત્રી પદો ભોગવી ચૂકેલા સાંસદ મનસુખ વસાવાને સંસદી ભાષાનું ભાન નથી મારુ અપમાન આદિવાસી સમાજ નું અપમાન:”
દેડીયાપાડા: લોકસભાની ચૂંટણીઓ આગામી વર્ષ 2024 માં યોજાનાર છે ત્યારે નર્મદા જિલ્લાના બે દિગ્ગજ આદિવાસી નેતાઓ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વાક યુદ્ધ પ્રબળ બની રહ્યો છે , બંને નેતાઓ જ્યારે જ્યારે પણ પોતાને મોકો મળે છે ત્યારે એકબીજાને નીચો બતાવવાનો અને એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરવાનો ચૂકતા નથી !!!!
સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથેની વાતચીતમાં ભરૂચ લોકસભા બેઠક પર અહમદભાઈ પટેલના સુપુત્રી મુમતાજબેન પટેલ અને ચૈતર વસાવા કે જેઓ ડેડીયાપાડા ના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે બંનેની પ્રબળ દાવેદારી કરી રહ્યા છે અને ટીકીટ માંગી રહ્યા છે એ અંગે પત્રકારો સાથે વાતચીત કરતા સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે મુમતાજબેન પટેલ એ સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના સુપુત્રી છે અને તેઓ એક પરિપકવ નેતા છે એમ જણાવી તેઓએ સ્વર્ગસ્થ અહેમદ પટેલના સુપુત્રી મમતાજબેન પટેલના વખાણ કર્યા હતા અને સ્વ.અહેમદભાઈ પટેલના પણ વખાણ કર્યા હતા. જ્યારે ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા ને આડે હાથ લેતા જણાવ્યું હતું કે ” ચૈતર વસાવા ખાબોચિયાની દેડકી જેવો ડાઉ ડાઉ કર્યા કરે છે એ લોકોને ભરમાવીને જીત્યો એનો મતલબ એવો નથી કે લોકસભા પણ જીતી જાય. આખી લોકસભા માં ફરે તો ખબર પડે.”
પત્રકારો સાથેની સાંસદ મનસુખ વસાવા ની આ વાતચીત ના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા,
સાંસદ મનસુખ વસાવા ના આ નિવેદન ના ચૈતર વસાવાએ પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતું કે સાંસદ મનસુખભાઈ વસાવા કેશુભાઈની સરકારમાં પણ મંત્રી હતા અને કેન્દ્ર સરકારમાં પણ મંત્રી હતા છતાં તેઓને સંસદીય ભાષાનો કોઈ પણ ભાન નથી એક ધારાસભ્ય તરીકે જે મારું અપમાન કર્યું તેને ડેડિયાપાડા ની જનતા આદિવાસી સમાજ સાખી નહી લે, સાંસદ મનસુખ વસાવાના ચાલ ચરિત્ર અને ચહેરો જનતા સારી રીતે જાણે છે, પોતાની સરકારમાં એક સુકુ પાપડ તૂટતું નથી જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ સાંસદનું વર્તન બદલાશે, ડેડિયાપાડા વિધાનસભામાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, હર્ષ સંઘવી અને સાંસદ મનસુખ વસાવા એ ડોર ટુ ડોર પરચા વેચ્યા તેમ છતાં પણ ચૈતર વસાવા ને એક લાખ થી પણ વધુ મત મળ્યા અને વિજેતા થયો જેથી સાંસદ આંકડાયેલા છે , સાંસદ વડીલ છે તેમને વિનંતી કરીશ કે તેઓ તેમના પાંચ કામ જો જનતાના વિકાસ માટે કર્યા હોય તો તે ગણાવે સિંચાઈ, રોજગારી, શિક્ષણ, રોડ રસ્તા ના પ્રશ્નો જણાવે આવનાર લોકસભામાં અમે અમારો પરચો સાંસદને બતાવીશું નો ચૈતર વસાવાએ નિવેદન જારી કરતા નર્મદા જિલ્લાના બે દિગ્ગજ આદિવાસી નેતાઓ ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચેનો વાક યુદ્ધ ફરી એકવાર ચકડોળે ચડ્યો છે.
પત્રકાર સર્જન વસાવા નર્મદા