
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે 20 કાર્યકરો AAP માં જોડાયા: નર્મદાનું રાજકારણમાં ગરમાયું;
ગુજરાતમાં આવનાર ચુંટણી ને બહુ સમય બાકી નથી તેવા સંજોગોમાં દરેક પાર્ટીઓ પોતપોતાનાં કાર્યકરો સાથે મીટીંગ કરવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે, ગઈકાલે દિલ્હી થી ભાજપાના સુપ્રીમો અને આદરણીય મંત્રીશ્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસ આવતાં ગુજરાતનાં રાજકારણમાં ગરમાટો આવ્યો છે, કઈક નવું થવાની સંભાવનાઓ વચ્ચે નર્મદાનું રાજકારણમાં ગરમાયું હતું.
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના આદમી પાર્ટીનાં કાર્યાલય દેડીયાપાડા ખાતે આજ રોજ નર્મદા જિલ્લા પ્રમુખ. ડૉ. કિરણભાઈ વસાવા, દેડીયાપાડા તાલુકા પ્રમુખ રાજેન્દ્રભાઈ વસાવા , સાગબારા તાલુકા પ્રમુખ યોગેશભાઈ વલવી તેમજ અન્ય કાર્યકરો ની ઉપસ્થિતિમાં ખાસ બેઠક યોજાઇ હતી , જેમાં દેડીયાપાડા, સાગબારા તાલુકા માંથી 20 જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીનાં નર્મદા જિલ્લા પ્રમુખશ્રી.ડૉ.કિરણભાઈ વસાવા એ તમામ ને આમ આદમી પાર્ટીમાં આવકાર્યા હતા.