
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
આદિવાસી સમાજ ને થતાં અન્યાય સામે અવાજ ઉઠાવનાર ડાંગના એડવોકેટ સુનિલભાઈ ગામીતે AAP ના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયાની હાજરીમાં આમ આદમી પાર્ટી નો ખેસ ધારણ કર્યો હતો.
ગત રોજ તારીખ 27/09/2022 ના રોજ નવસારી જિલ્લાના સૂરખાઈ ખાતે આદિવાસી સમાજના ઉત્થાન માટે જરૂરી એવા ખાસ મુદ્દાઓને લઇ આમ આદમી પાર્ટી ની સભા યોજાઈ હતી, ગુજરાત માં આપ દ્વારા છ જેટલાં મુખ્ય મુદ્દાઓ લોકો મધ્યે લઇ ને આવ્યા છે, જેમાં (1) બંધારણ ની પાંચમી અનુસૂચિ (2) PESA ની અમલવારી (3) સારું શિક્ષણ (4) સારું આરોગ્ય (5) મફત વીજળી (6) રોજગાર ની ગેરંટી, સિક્ષીત બેરોજગારો ને પેન્શન, વગેરે મુદ્દાઓ ધ્યાને રાખી તેમજ ખાસ કરીને રાજકીય રીતે યુવા નેતૃત્વ ઊભું થાય યુવાનોને તક મળે એવા હેતુથી પાર તાપી નર્મદા રિવર લિંક યોજના ના આંદોલન માં સફળ ભૂમિકા ભજવનાર અને વર્ષોથી આદિવાસી સમાજ ને થતાં અન્યાય સામે અવાજ ઉઠાવનાર ડાંગના સામાજિક કાર્યકર એડવોકેટ સુનિલભાઈ ગામીત સાથે નવસારી વિસ્તારના અનેક આદિવાસી યુવા કાર્યકરો આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રમુખશ્રી ગોપાલ ઈટાલિયાની હાજરીમાં આમ આદમી પાર્ટી જોઈન કરી ખેસ ધારણ કર્યો હતો.