શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
પોતે જાહેર ડીબેટ કરવાં ધારાસભ્ય અને જીલ્લાના અન્ય ને પડકાર ફેંકી ને હવે જાહેર ડીબેટ મુદ્દે અરાજકતાનુ કારણ ધરી સાંસદ મનસુખભાઇ વસાવાએ પીછે હઠ કરી:
પોતાના સમર્થકો સાથે રાજપીપળા ડીબેટમાં ભાગ લેવા આવતા આપના ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસે મોવી ચોકડી પાસે અટકાવ્યા, સાંસદ ઉપર બદનક્ષીનો દાવો કરવાની ચીમકી ઉચ્ચારી:
નર્મદા: રાજપીપળા ગાંધી ચોક પાસે ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા અને આપ ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ભ્રષ્ટાચાર મુદ્દે ડીબેટ યોજવાની હતી ત્યારે સૌ કોઈની નજર આજની આ જાહેર ચર્ચા ઉપર હતી.
ચર્ચાના આગલા દિવસે ભાજપ સાંસદ મનસુખભાઇ વસાવાએ અરાજકતા ફેલાય અને કાયદો વ્યવસ્થા બગડે તે કારણ આગળ ધરી ડીબેટમાં ભાગ લેવાનો ઇન્કાર કર્યો હતો જ્યારે આપ ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડાથી પોતાના સમર્થકો સાથે રાજપીપળા ડીબેટમાં ભાગ લેવા માટે નીકળ્યા હતા ત્યારે પોલીસે મુવી ચોકડી પાસે તેમને અટકાવી દીધા હતા.
જોકે સમગ્ર મામલે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા અમને જણાવાયું છે કે મનસુખભાઈ ડિબેટમાં ભાગ લેવા આવવાના નથી તમે પણ અટકી જાવ , ભાજપ સાંસદ સાથેના લોકોએ કરેલ ભ્રષ્ટાચારના તમામ પુરાવા સાથે હું ત્યાં જઈ રહ્યો હતો ત્યારે મનસુખભાઇ આજે પોતે પુરાવા આપી શકે તેમ નહોતા જેથી તેઓ આવ્યા નહિ મનસુખભાઇ સિનિયર સાંસદ છે તેઓએ જે આક્ષેપ કર્યા હતા તે આખું ગુજરાત જાણવા માંગે છે ત્યારે આગામી દિવસોમાં ચૈતર વસાવા બદનક્ષીનો દાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
સાંસદે ડીબેટમાં નહિ આવા માટે અરાજકતા ફેલાય તે કારણ આગળ ધરી દીધું હતું જોકે સાંસદે કરેલ પીછે હટ બાદ ભારે ચર્ચા એ જોર પકડ્યું છે.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા