
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે ડેડીયાપાડા ના એડવોકેટ પ્રિયંકા વસાવાની વરણી કરાતા આનંદો …
સર્જન વસાવા, નર્મદા: ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે આદિવાસી વિસ્તાર ગણાતા ડેડીયાપાડા તાલુકા ના ઉમરાણ ગામના વતની અને વ્યવસાયે એડવોકેટ એવા પ્રિયંકા વસાવાની વરણી કરવામાં આવી છે.
એડવોકેટ પ્રિયંકા વસાવા આદિવાસી વિસ્તાર ગણાતા ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારમાં ઉભરતો ચહેરો છે. અને રાજકીય સલાહકાર તરીકે કોંગ્રેસ પક્ષના નેતા તરીકે ઓળખાય છે. ત્યારે તેમની નિમણૂક ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી પદે કરવામાં આવતા ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારમાં ખુશીનો માહોલ સર્જાયો છે.