
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , નર્મદા સર્જનકુમાર
પંજાબમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત માં તારીખ 12 થી 14 એમ ત્રણ દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તિરંગા યાત્રા નું આયોજન કરવા માં આવ્યું હતું.
પંજાબની જીત બાદ રાજપીપળા માં તિરંગા યાત્રા, ગુજરાતમાં તૂટી રહેલી ‘આપ’ને બચાવશે? ગુજરાત આમ આદમી પાર્ટી માં નવો જોષ કે ઉમંગ જોવાં મળ્યો..
પંજાબમાં આમ આદમી પાર્ટી ની ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત માં તારીખ 12 થી 14 એમ ત્રણ દિવસ ગુજરાત ના વિવિધ જિલ્લાઓમાં તિરંગા યાત્રા નું આયોજન કરવા માં આવ્યું હતું.
જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ખૂબ મોટી સંખ્યામાં AAP નાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
હવે દિલ્લી અને પંજાબ બાદ હવે ગુજરાત ની જનતા પણ ભ્રષ્ટાચાર વગર ની સ્વચ્છ અને કામ ની રાજનીતિ વાળી કેજરીવાલ ની આમ આદમી પાર્ટી ની સરકાર ઈચ્છી રહ્યા છે તેવો માહોલ રાજપીપલા ખાતે જોવા મળ્યો હતો.
ગુજરાતમાં પણ પરિવર્તન આવશે અને આવનારા સમયમાં આમ આદમીનો ચહેરો લોકો સ્વીકારી રહ્યા છે, એવું પણ માર્મિક રીતે જણાવ્યું હતું.
દિલ્લી થી કારોલબાગના ધારાસભ્ય શ્રી.વિષેસ રવિજી ની સાથે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુનભાઇ રાઠવા, પ્રદેશ સંગઠન મંત્રી મયંકભાઈ શર્મા, પ્રદેશ સહ સંગઠન મંત્રી ડો.કિરણ વસાવા સહિત ના પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તર ના નેતાઓની આગેવાનીમાં નર્મદા જિલ્લાનાં તમામ તાલુકાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.