
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, સર્જનકુમાર વસાવા
ઉમરપાડા AAP નાં કાર્યકરો દ્વારા ડોર ટુ ડોર પેમ્પ્લેટ વિતરણ ઝૂંબેશ હાથ ધરાયો;
ઉમરપાડા તાલુકાના કાલીજામણ ગામમાં આમ આદમી પાર્ટી ઉમરપાડા નાં પૂર્વ પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ વસાવા તેમજ કાર્યકરો દ્વારા ડોર ટુ ડોર પેમ્પ્લેટ વિતરણ કરી લોકો સાથે સંવાદ કર્યો હતો તેમજ દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ કામગીરી વિશે તેમજ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનાનાં રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપેલ ગેરંટી વિશે લોકોને માહિતગાર કર્યા હતા. તેમજ લોકો આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા ઉત્સુક છે અને લોકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
આ કાર્યક્રમ અંતર્ગત આમ આદમી પાર્ટી ઉમરપાડા તાલુકાના પૂર્વ પ્રમુખ ગૌરાંગભાઈ વસાવા, શિવરાજભાઈ વસાવા, દિવ્યાંગ વસાવા, તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.