
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,
13મી બ્રિક્સ શિખર બેઠક ખાતે ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી એટલે બેઠકનાં અધ્યક્ષનું આવકાર સંબોધન: અને સંભોધનના અંતે ચર્ચા માટે આમંત્રિત કર્યા હતાં: બેઠકનાં અધ્યક્ષ નરેન્દ્ર મોદીજીનું ચર્ચા માટે આવકાર સંબોધન: આપણે મહત્વની વૈશ્વિક અને પ્રાદેશિક બાબતોની પણ ચર્ચા કરીશું. હું હવે આપ સૌને આપની પ્રારંભિક ટિપ્પણીઓ માટે આમંત્રિત કરું છું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 13મી બ્રિક્સ શિખર બેઠકની વર્ચ્યુઅલી અધ્યક્ષતા કરી હતી. બેઠક સંપન્ન,
ભારતે આ શિખર બેઠક માટે જે વિષય પસંદ કર્યો એ હતો ‘બ્રિક્સ@15: ઈન્ટ્રા બ્રિક્સ કો-ઓપરેશન ફોર કન્ટિન્યુટિ, કૉન્સોલિડેશન અને કન્સેન્સસ’- ‘બ્રિક્સ@15: સાતત્ય, સંગઠન અને સર્વાનુમત માટે આંતરિક બ્રિક્સ સહકાર’.
આ શિખર બેઠકમાં અન્ય તમામ બ્રિક્સ નેતાઓ- બ્રાઝિલના રાષ્ટ્રપતિ શ્રી જેયર બોલ્સોનારો, રશિયાના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદિમીર પુટિન, ચીનના રાષ્ટ્રપતિ શ્રી શિ જિનપિંગ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ શ્રી સિરિલ રામાફોસાએ ભાગ લીધો હતો.
13મી બ્રિક્સ શિખર બેઠકનાં મુખ્ય અંશો:
આ વર્ષે ભારતના અધ્યક્ષપદ હેઠળ બ્રિક્સ ભાગીદારો તરફથી મળેલા સહકાર માટે પ્રધાનમંત્રીએ એમની પ્રશંસા વ્યક્ત કરી હતી જે દરમ્યાન ઘણી નવી પહેલ હાંસલ થઈ હતી. આ પહેલમાં પહેલી બ્રિક્સ ડિજિટલ આરોગ્ય સમિટ; બહુપક્ષીય સુધારા અંગે પહેલું બ્રિક્સ પ્રધાનસ્તરીય સંયુક્ત નિવેદન; બ્રિક્સનો ત્રાસવાદ વિરોધી એક્શન પ્લાન; રિમોટ સેન્સિંગ સેટેલાઇટ્સના ક્ષેત્રમાં સહકાર પર સમજૂતી; એક વર્ચ્યુઅલ બ્રિક્સ વૅક્સિન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર; ગ્રીન પર્યટન અંગે બ્રિક્સ મૈત્રી-જોડાણ ઈત્યાદિનો સમાવેશ થાય છે.
કોવિડ પછીની વૈશ્વિક પુન:પ્રાપ્તિમાં બ્રિક્સ દેશો ભજવી શકે એ અગ્રણી ભૂમિકાને ઉજાગર કરતા પ્રધાનમંત્રીએ ‘બિલ્ડ-બેક રિઝિલિઅન્ટલી, ઈનોવેટિવ્લી, ક્રેડિબ્લી અને સસ્ટેનેબ્લી’ (નવીન રીતે, વિશ્વસનીય રીતે અને ટકાઉ રીતે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે એવું પુન:નિર્માણ)ના મુદ્રાલેખ હેઠળ વધારે તીવ્ર બનાવાયેલ બ્રિક્સ સહકાર માટે અનુરોધ કર્યો હતો.
આ વિષયો પર છણાવટ કરતા પ્રધાનમંત્રીએ રસીકરણની ઝડપ અને પહોંચ વધુ તીવ્ર બનાવીને ‘બિલ્ડ બેક’ને વેગીલું કરવા, વિક્સિત દેશો સિવાય રસી ઉત્પાદન ક્ષમતા અને ફાર્માના વૈવિધ્યકરણ દ્વારા ‘રિઝિલ્યન્સ’ (સ્થિતિસ્થાપકતા) સર્જવા, જાહેર હેતુ માટે ડિજિટલ સાધનોનો સર્જનાત્મક રીતે ઉપયોગ દ્વારા ‘ઇનોવેશન’ (નવીનીકરણ)ને ઉત્તેજન, બહુપક્ષીય સંસ્થાઓની ‘ક્રેડિબિલિટી’ (વિશ્વસનીયતા) વધારવા સુધારા સુનિશ્ચિત કરવા, અને પર્યાવરણીય અને આબોહવાના મુદ્દાઓ પર સમાન બ્રિક્સ અસ્ખલિત વાણી દ્વારા ‘સસ્ટેનેબલ’ (ટકાઉ) વિકાસને ઉત્તેજનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
નેતાઓએ મહત્વના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓની પણ ચર્ચા કરી હતી. જેમાં અફઘાનિસ્તાનમાં તાજેતરની ઘટનાઓનો સમાવેશ થતો હતો. ત્રાસવાદ અને ઉદ્દામવાદની વૃદ્ધિ દ્વારા ઊભા થયેલા જોખમ અંગે વિચારો એકકેન્દ્રીત થયા હતા અને તમામ બ્રિક્સ ભાગીદારો ત્રાસવાદ સામેના બ્રિક્સ એક્શન પ્લાનના અમલીકરણને વેગીલું બનાવવા સંમત થયા હતા.
સમિટ-શિખર બેઠકની પૂર્ણાહૂતિએ નેતાઓએ ‘ન્યુ દિલ્હી ડેક્લેરેશન’ (નવી દિલ્હી એકરાર)ને અપનાવ્યું હતું.