
શ્રોત:ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નોવેલ કોરોના વાયરસ (COVID-19) અપડેટ:
જિલ્લામાં આજે નોંધાયેલ વધુ ૭ પોઝિટીવ કેસ સહિત આજદિન સુધી પોઝિટીવ કેસના દરદીઓની કુલ સંખ્યા-૧૪૦ થઇ છે,
સારવાર હેઠળના સાજા થયેલા ૭ દર્દીઓને આજે રજા અપાઇ : રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે કુલ ૨૯ દર્દીઓ સારવાર હેઠળ:
કોરોનાના કોઇપણ જાતના લક્ષણો ન હોવા છતાં એન્ટીજન (રેપીડ) ટેસ્ટમાં પોઝિટીવ જણાયેલાં ૭ દર્દીઓને રાજપીપલાના કોવીડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ રખાયાં છે,
કોવીડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ રખાયેલ એન્ટીજન (રેપીડ) ટેસ્ટ વાળા દરદીઓમાં જો કોરોનાના લક્ષણો નહી જણાય તો સાત દિવસમાં રજા અપાશે અને જો લક્ષણો જણાશે તો કોવીડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાશે જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૫૮,૦૫૨ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૧૪૮ જેટલા જરૂરીયાતવાળા દર્દીઓને અપાયેલી સારવાર.
નર્મદા, રાજપીપલા, COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૨૦ મી જુલાઇ, ૨૦૨૦ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં કોરોના વાયરસના વધુ ૭ પોઝિટિવ કેસો નોંધાતા આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટીવ દરદીઓની કુલ સંખ્યા-૧૪૦ થઇ છે. તેમજ રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળના દરદીઓ પૈકી ૭ દરદીઓ સાજા થતાં આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.આમ જિલ્લામાં આજદિન સુધી કોરોના વાયરસના સાજા થયેલા કુલ-૧૧૭ દરદીઓને રજા અપાતાં રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે કુલ-૨૯ દરદીઓ સારવાર હેઠળ છે.
તા. ૧૮ મી જુલાઈના રોજ મોકલાયેલા પેન્ડીંગ સેમ્પલના રિપોર્ટ આજે તા.૨૦ જુલાઈના રોજ ૭ સેમ્પલના રિપોર્ટ પોઝિટીવ આવ્યાં છે. જેમાં સાગબારા તાલુકાના મોવી ગામના રહીશ ૨૭ વર્ષીય એક પુરુષ દરદી , તિલકવાડા તાલુકાના ટેકરા ફળીયાના રહીશ ૩૨ વર્ષિય એક પુરુષ દરદી, વધેલી ગામનાં મંદિર ફળીયાના રહીશ ૧૮ વર્ષિય એક પુરુષ દરદી તેમજ
રાજપીપલા શહેરના સોનીવાડ વિસ્તારના ૫૦ વર્ષિય એક પુરુષ દરદી,વડ ફળીયા વિસ્તારના ૪૨ વર્ષિય એક મહિલા દરદી, વડીયા પેલેસ વિસ્તારના ૧૮ વર્ષિય એક પુરુષ દરદી અને ૧૩ વર્ષિય એક બાળક દરદીનો સમાવેશ થાય છે. તદઉપરાંત આજે ચકાસણી માટે કુલ ૩૨ સેમ્પલ મોકલવામાં આવ્યાં છે.
વધુમાં પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ કોરોનાના કોઇપણ જાતના લક્ષણો હાલમાં ધરાવતા ન હોવા છતાં એન્ટીજન (રેપીડ) ટેસ્ટમાં આજે પોઝિટીવ જણાયેલાં ૭ દરદીઓને રાજપીપલાની આયુર્વેદ કોલેજ સંકુલમાં કાર્યરત કોવીડ કેર સેન્ટર ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાં રાજપીપલા શહેરના આ તમામ ૭ દરદીઓનો સમાવેશ થાય છે. ડૉ. કશ્યપના જણાવ્યા મુજબ આવા દરદીઓને કોઇ લક્ષણો નહી જણાય તો સાત દિવસમાં રજા આપવામાં આવશે અને જો લક્ષણો જણાશે તો તેવા દરદીઓને રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવશે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૨૦ મી જુલાઇ, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- ૫૮,૦૫૨ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૭૬ દરદીઓ, તાવના ૪૪ દરદીઓ, ડાયેરીયાના ૨૭ દરદીઓ, શ્વાસની તકલીફ વાળા ૧ દરદી સહિત કુલ-૧૪૮ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૮,૫૨,૧૬૮ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૩,૯૮,૨૧૧ લોકોને વિતરણ કરાઇ છે.