શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
આદિવાસી સમાજ દ્વારા ૫૦ હજાર થી વધુ ની હાજરી માં દેડિયાપાડા ખાતે ૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી ઉજવણી કરવામાં આવશે.
દર વર્ષ ની જેમ આ વર્ષે પણ યુનો દ્વારા ઘોષીત ૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે આજે દેડિયાપાડા સર્કિટ હાઉસ ખાતે સમિતિ ની બેઠક મળી હતી જેમાં આદિવાસી સમાજ ની એકતા,સાંસ્કૃતિક મુલ્યો, અસ્મિતા, રૂઢિ પ્રથાઓ, પરંપરાઓ, રીત-રિવાજો,નીતિ નિયમો, જીવન શૈલી, બોલી ભાષા, પુજા વિધિ,સમુહ ભાવના અને જળ જંગલ જમીન તથા ખનીજો પરના અધિકારો આબાદિત રાખવા આક્રોશ સાથે હજારો લોકો ને પોતાના આદિવાસી પહેરવેશ,વાજિંત્રો અને ઓજારો સાથે હાજર રહેવા આહવાન કરવામાં આવેલ છે.જેમાં,
૧. દેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ પર આદિવાસી સમાજ ના ૫૦ હજાર થી પણ વઘુ લોકો ભેગા મળી મણીપુર ની હિંસા માં ભોગ બનેલા લોકો માટે મૌન પાળી કાળી પટ્ટી ધારણ કરી પ્લે-કાર્ડ બેનર સાથે બધાના સહીઓ વાળું ભારત ના માન.રાષ્ટ્રીય પતિ ને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવશે.
૨.પીઠા ગ્રાઉન્ડમાં સમાજ સામે ના પડકારોનું આગેવાનો દ્વારા સંબોધન કરવામાં આવશે.
૩. પીઠા ગ્રાઉન્ડથી તમામ વાજિંત્રો સાથે સાંસ્કૃતિક રેલી નું પ્રસ્થાન થશે જે યાહામોગી ચોક પહોંચી ભગવાન બિરસામુંડા ની પુજાવિધી કર્યે લીમડાચોક તરફ થી પીઠા ગ્રાઉન્ડ પર જશે જેમાં સંસ્કૃતિ દર્શન માટે આગળ ટેબ્લો પણ રાખવામાં આવશે.
૪. ૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ ને ખેતી કામ કાજ માં રજા રાખી (દિવસ પાળવા ) પોતાના ગામ માં નાચણું કરી ભેગા મળી દેડિયાપાડા આવવાનું રહેશે.
૫. આ દિવસે તમામ લોકો એ નાત જાત,પક્ષા-પક્ષી,ધર્મ સંપ્રદાય ભુલી પોતાના પહેરવેશ,વાજિંત્રો અને ઓજારો સાથે આવવાનું સૂચવેલ છે.
આમ આજ ની મિટિંગ માં દેડિયાપાડાના ધારાસભ્યશ્રી ચૈતર વસાવા,નર્મદા જિલ્લા પંચાયત ના પુર્વ પ્રમુખ શ્રી દામાભાઈ, શકુંતલાબેન વસાવા,રતનસિંહ વસાવા,હરિસિંગ વસાવા, દેવેન્દ્ર વસાવા,રાજેન્દ્ર વસાવા તેમજ મોટી સંખ્યામા સરપંચો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા.
પત્રકાર: દિનેશ વસાવા દેડિયાપાડા