શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
‘ઓપરેશન ગંગા’ : અન્યવે ડાંગમાં ખુશીઓની લહેર
ડાંગની દિકરી સુમી (યુક્રેન)ની યુદ્ધભૂમિ ઉપરથી સુખરૂપે ઘરે પહોંચશે: એક એક ભારતીયને સહી સલામત વતન લાવવાનુ અશક્ય કાર્ય, ભારત સરકારે શક્ય બનાવ્યુ.
આસમાનને ધુધવતા ફાયટર પ્લેનના અવાજ, બૉમ્બ અને મિસાઇલ તથા તોપગોળાની ધણધણાટી, બંકરબંધ સેંકડો ભારતીય સ્ટુડન્ટ્સ, અને ક્ષણે ક્ષણે ક્ષીણ થતી જિંદગીની જીજીવિષા. આ બધાની વચ્ચે એકમાત્ર આશા, અને ઉમ્મીદનુ કિરણ ક્ષિતિજે દેખાતુ હતુ, તો તે હતુ ભારતનુ ‘ઓપરેશન ગંગા’
સુમી (યુક્રેન) ની યુદ્ધ ભૂમિમાંથી જીવનનો જંગજીતીને આવેલા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ પૈકીની એક એવી, ડાંગની દીકરી ખુશ્બુ પટેલના આ શબ્દો છે. તા.૨૪મી ફેબ્રુઆરીથી સતત ડર, ઘબરાહટ, અને ચિંતામા રહેલા આ તબીબી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ, યુક્રેનમા માનસિક યુદ્ધ લડી રહ્યા હતા, જ્યારે તેમના માતપિતા અને પરિવારજનો અહી ભારતમા, પોતાના ડ્રોઈંગ રૂમમા ટીવી ન્યૂઝ ચેનલો જોતા જોતા, કઈ અજુગતુ ન બની જાય તે માટે પોતપોતાના ઈસ્ટ દેવને પ્રાર્થના કરતા હતા.
સૌને ઊંડે ઊંડે વિશ્વાસ જરૂરી હતો, કે કઈ પણ થઈ જાય. પરંતુ જ્યા સુધી મોદી છે ત્યાં સુધી બધુ જ મુમકિન છે, અને થયું પણ એવુ જ. ‘મિશન ગંગા’ કઈ કેટલાય પરિવારો માટે નવજીવન લઈને આવ્યુ છે.
દુનિયા આખી જ્યારે લાચારી અનુભવતી હતી, ત્યારે રશિયા અને યુક્રેન બંને દેશોનો વિશ્વાસ સંપાદન કરીને, એક એક ભારતીયને સહી સલામત વતન લાવવાનુ અશક્ય કાર્ય, ભારત સરકારે શક્ય બનાવ્યુ.
ભારત સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પણ ખુબ જ ઝડપથી ત્વરિત નિર્ણયો લઈને, એક એક ગુજરાતી નાગરિકોને વતન પરત લાવવાનો એકશન પ્લાન બનાવ્યો. જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરેથી ચોક્કસ ડેટા એકત્રિત કરીને, બચાવ રાહતત કાર્ય હાથ ધરાયુ.
ડાંગની પણ એક વિદ્યાર્થિની સુમિ સ્ટેટ યુનિવર્સિટીમા હોવાની માહિતી સામે આવી, અને ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાના વડપણ હેઠળ સમગ્ર વહીવટ તંત્ર પણ તાબડતોડ એક્શન મોડમા આવ્યુ.
મામલતદાર અને પ્રાંત અધિકારીશ્રીને ત્વરિત ખુશ્બુ પટેલના માવતર પાસે મોકલીને, સરકાર આ આપાતકાલિન સ્થિતિમા તમારી સાથે જ છે, નો સંદેશો મોકલાયો. ચિંતાતુર માવતરને થોડીઘણી આશા અને ઉમ્મીદ બંધાય.
વિડીયો કોલ, મેસેજિંગથી વિદ્યાર્થીની સાથેનો સંપર્ક સેતુ સ્થપાયો, તેણીને હિંમત અને આશ્વાસન અપાયુ, અને જીવનની કપરી સ્થિતિમા સૌએ સધિયારો આપ્યો.
પરિમલ પટેલ અને અરુણા પટેલના પરિવારજનો સાથે પરિચિતો, મિત્ર વર્તુળ. સૌએ પોતપોતાની ક્ષમતા અનુસાર ખુશ્બુ સહિત ફસાયેલા વિદ્યાર્થીઓની સુખાકારી માટે કામના કરી, અને અંતે ઉમ્મીદની જીત થઈ.
સૌના પ્રયાસો, અને દુવા રંગ લાવી. આ લખાય છે ત્યારે ડાંગની આ દીકરીને યુક્રેનથી અન્ય વિદ્યાર્થીઓ સાથે સુખરૂપ વતન પરત લાવવામા જિલ્લા વહીવટી તંત્ર, રાજ્ય સરકાર, અને ભારત સરકાર સફળ થઈ છે. હા, ખુશ્બુ પટેલે વતનની વાટ પકડી લીધી છે. ખુશ્બુ ઘરે પરત ફરી રહી છે.