શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ
કૃષિ કાયદા વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. આ સિવાય ખેડૂતોએ કહ્યુ કે જો 5 ડિસેમ્બર સુધી કાયદો પરત લેવામાં નહી આવે તો દિલ્હીના રોડ પણ બ્લોક કરવામાં આવશે:
સરકાર સાથે બેઠક માટે પોહચી ગયા બસમાં સવાર થઇ ને વિજ્ઞાન ભવન ખેડૂતોના નેતાઓ.. આજે સવાર થી જ પ્રધાનમંત્રી આવાસ પર ચાલી રહી છે ખેડૂત આંદોલન બાબતે મહત્વપૂર્ણ બેઠક: લોકસભા સ્પીકર, અમિત શાહ અને પી.એમની બેઠક માં લેવાય શકે છે મહત્વના નિર્ણય !
ખેડૂતોના આગેવાનો અને કૃષિ મંત્રી નરેદ્રસિંહ તોમર સાથે બેઠક ચાલુ:
નવી દિલ્હી: ભારતીય ખેડૂત યૂનિયન (BKU)ના મહાસચિવ એચએસ લખોવાલે કહ્યુ, “કાલે અમે સરકારને કહ્યુ કે કૃષિ કાયદાને પરત લેવો જોઇએ. જો એમ ન થાય તો અમે 8 ડિસેમ્બરે ભારત બંધનું આહવાન કર્યુ છે. બીજી તરફ નેતા યોગેન્દ્ર યાદવે કહ્યુ કે 8 તારીખે ભારત બંધ થશે, તે બાદ કોઇ એક તારીખ નક્કી થશે જ્યારે તમામ ટોલ નાકાને એક દિવસ માટે ફ્રી કરી દઇશું. ખેડૂતોનું આ વિરોધ પ્રદર્શન હવે જનઆંદોલન બની ગયુ છે. ટ્રેડ યૂનિયન ફેડરેશને પણ તેનું સમર્થન કર્યુ છે. બીજી તરફ ખેડૂત નેતા યુદ્ધવીર સિંહનું કહેવુ છે, અમે ત્રણેય કાયદા પરત લેવા સિવાય કોઇ સમજૂતી નહી કરીએ. આ સિવાય ન્યૂયનતમ સમર્થન મૂલ્ય (MSP)ની ગેરંટી પણ જોઇએ. અમે વાતચીતને આગળ ખેચવા માંગતા નથી.
એક અન્ય ખેડૂત નેતા ગુરનામસિંહ ચઢૂનીએ કહ્યુ, “જો સરકાર અમારી માંગોને કાલની બેઠકમાં સ્વીકાર નહી કરે તો અમે નવા કૃષિ કાયદા વિરૂદ્ધ અમારું ખેડૂતોનું આંદોલન ઝડપી બનાવીશું.”..
કિશાન સંઘર્ષ સમિતિના હર્સુલીદર સિંહના જણાવ્યા મુજબ અને સરકારને કાયદો પાછો ખેચાવવા માંગીએ છીએ..નહિ કે સંસોધન!
વધુમા કોંગ્રેસના ખેડૂત એકમે કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો કે તે દેશભરના ખેડૂતોના હિતમાં કૃષિ સબંધી ત્રણેય કાળા કાયદાને તુરંત પરત લઇ લે. અખિલ ભારતીય કિસાન કોંગ્રેસના ઉપાધ્યક્ષ સુરેન્દ્ર સોલંકીએ એમ પણ કહ્યુ કે તેમનું સંગઠન શનિવારે પ્રદર્શનકારી ખેડૂતોના સમર્થનમાં રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન કરશે, તેમણે એક નિવેદનમાં કહ્યુ, ગત દિવસોમાં જ્યારે કૃષિ બિલ પસાર થયા હતા ત્યારે અમે વડાપ્રધાન અને કૃષિ મંત્રીને પત્ર લખીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ ત્રણેય કાળા કાયદા ખેડૂતો માટે મુશ્કેલી વધારનારા છે. જેમાંથી માત્ર મૂડીવાદીઓને ફાયદો થશે. સોલંકીએ સરકારને આગ્રહ કર્યો કે તે ખેડૂતોના હિતમાં આ કાળા કાયદાને તુરંત પરત લઇ લે. સોલંકીએ કહ્યુ કે, અમારૂ સંગઠન દિલ્હીની નજીક છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતોની સેવામાં લાગેલુ છે. અમે આગળ પણ ખેડૂતોનો દરેક સંભવ દરેક સહયોગ કરીશું.
હવે જોવું રહ્યું સરકાર નો નિર્ણય અને ખેડૂતોનું આંદોલન ભારત ભરમાં અને વિદેશમાં શું અસર પડે છે? આજની બેઠક માટે કૃષિ મંત્રી તોમર સવાર થી જ બેઠકમાં કઈક સારો નિર્ણય આવે તે જરૂરી ના મુડમાં.