
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત, ઉમરપાડા
ઉમરપાડા કોંગ્રેસ પરિવાર તરફથી દેશના લોકલાડીલા નેતા અને પૂર્વ વડાપ્રધાન સ્વ: શ્રી રાજીવ ગાંધીજી ની 77મી જન્મ જયંતીની ઉજવણી:
દવાખાનામાં દર્દીઓને બિસ્કીટ અને ફ્રૂટનું વિતરણ કરીને 77મી જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી.
ઉમરપાડા તાલુકાના તમામ કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો શ્રી ઓ તથા કાર્યકરો દ્વારા તારીખ 20 ઓગસ્ટના દિવસે GPCC તથા સુરત જિલ્લા કોંગ્રેસ પક્ષના પ્રમુખનાં આદેશ અનુસાર દેશના લોકલાડીલા નેતા સ્વર્ગસ્થ શ્રી રાજીવ ગાંધીજી ની 77 મી જન્મ જયંતીની ઉજવણી કોંગ્રેસ પરિવાર તરફથી કેવડી દવાખાને દાખલ થયેલ તમામ દરદીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવી હતી,
સ્વ:રાજીવ ગાંધીજીએ દેશના વડાપ્રધાન તરીકે સેવા આપી અને આ દેશની સેવામાં પોતાનું બલિદાન આપી તેઓ શહીદ થયા હતા તેમની સેવા કાળ દરમિયાન દેશની મોબાઈલ ક્રાંતિ, ઈન્ટરનેટ સુવિધા, ગરીબોને આવાસ યોજના મનરેગા યોજના બેરોજગારોને રોજગારી યુવાનોને નોકરી ની તકો ગરીબોને મફત અનાજ ની આપવાની યોજના કોમ્પ્યુટર યુગની શરૂઆત કરનાર આ દેશના લોકપ્રિય નેતાશ્રી રાજીવ ગાંધીની જન્મદિવસની ઉજવણી આજે હર્ષોલ્લાસ સાથે ઉમરપાડા ખાતે ઉજવવામાં આવી હતી, આ પ્રસંગે ઉમરપાડા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવા તથા મંત્રીશ્રી જીમ્મી વસાવા વગેરે કોંગ્રેસના અન્ય કાર્યકર ગણ હાજર રહીને તેમની જન્મ જયંતિ ઉજવી કરવામાં આવી હતી.