
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
સમગ્ર જગતમાં માનવ જાત માટે પડકાર રૂપ ગ્લોબલ વોર્મિંગ, અને કદી ન નાશ થનાર પ્લાસ્ટીક નો ઉપયોગ, અને કેમિકલ વાળા કલર અને બીજા અન્ય પરિબળો છે, અને તેનું સમાધાન ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ છે, ત્યારે વ્યારા માં હવે મળશે નાળિયેર(શ્રીફળ)ના રેસામાંથી ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ;
વ્યારાના બોરખડી ગામના કૈવલ કૃપા અને સ્નેહા સખી મંડળની મહિલાઓ દ્વારા નાળિયેર(શ્રીફળ)ના રેસામાંથી ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવામાં આવી છે. આ મૂર્તિઓના વેચાણ માટે વ્યારામાં ઉનાઈ નાકા પાસે અંબાજી માતાના મંદિરની બાજુમાં અંબાજી કોમ્પ્લેક્ષમાં ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓનો વેચાણ સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે. જેનુ આજે જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડીયાએ શુભારંભ કર્યો હતો તે વેળાની તસ્વીરમાં પ્રાંત અધિકારી હિતેષ જોષી, ખેડુત તાલીમ કેન્દ્રના ડો. પંડયા તથા સખી મંડળની બહેનો નજરે પડે છે.