
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
નર્મદા જિલ્લામાં અધધ ૧૦૦ થી વધુ ઈંટરનેટ કે અન્ય સંપર્ક વગરનાં નોન કનેક્ટિવિટી ધરાવતા ગામડાઓના લોકોની મેડીકલ જેવી ઇમરજન્સી સમયે દયનીય હાલત: સરકારે આ જિલ્લાને ખાસ જીલ્લો જાહેર કર્યો છે!
નર્મદા જિલ્લામાં ૧૦૦ થી પણ વધુ નોન કનેક્ટિવિટી ધરાવતા ગામડાઓ છે. આવા વિસ્તારોમાં ગંભીર બીમારીથી પીડાતા કે અકસ્માત નો ભોગ બનેલા લોકો નોન કનેક્ટિવિટીને લીધે કોઈ પ્રાથમિક સારવાર ન મળવાથી મોતને ભેટ્યા હોવાના કિસ્સાઓ પણ અવાર નવાર બનતા હોઈ છે. છતાં ડીઝીટલ ઇન્ડિયાના બણગા ફૂંકતી સરકાર કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવા માટે કોઈ કાર્યવાહી ન કરતી હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોબાઈલ વપરાશકર્તા સરકાર કે તંત્ર ની બેદરકારી દ્વારા લુંટાય રહ્યાનો દાખલો!
નર્મદા જિલ્લાના નાંદોદ,ડેડીયાપાડા,સાગબારાના જંગલના ઊંડાણના વિસ્તારમાં મોબાઈલ ટાવરની કનેક્ટિવિટી ન હોવાથી લાખો આદિવાસીઓ સરકારની યોજનાઓથી વંચિત છે.આવા વિસ્તારોમાં અકસ્માતનો ભોગ બનનાર તથા ગર્ભવતી મહિલાને કનેક્ટિવિટીના અભાવે ૧૦૮ ની જેવી ઇમરજન્સી ની સુવિધા પણ મળી શકતી નથી. ઓનલાઇન સિક્ષણ વગર ફાંફા મારતા નર્મદાનાં અનેક ગામોના આદિવાસી વિસ્તારનાં વિદ્યાર્થીઓની સાથે અનેક મોબાઈલ વાપરાસ કર્તા યુવાનો હાલમાં મોબાઈલો લઈ ઊંચા પહાડો પર કે વૃક્ષો નીચે જઈ ટાવર પકડવા કલાકો મથામણ કરતા હોય તો સરકાર ની ડીઝીટલ ઇન્ડિયાની વાતો શુ ફક્ત દેખાડો જ છે? સરકારની બેદરકારીને લીધે અહીયાના લોકો જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ તથાં અનેક સરકારી સુવિધાઓ થી વંચીત: કે પછી જાણી જોઈ ને રાખ્યા છે સરકારી સુવિધાઓ થી વંચીત ?