મારું ગામ મારાં ન્યુઝ

તાપી જીલ્લાનું સોનગઢ તાલુકામાં આવેલ બોડર વિલેજ એકવા ગોલણ ગામની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી: 

તાપી જીલ્લાનાં સોનગઢ તાલુકાનું માત્ર ૧૮૨ની વસ્તી ધરાવતું બોડર વિલેજ કે જ્યાં પ્રાથમિક સુવિધાઓ જેમકે આરોગ્ય, વીજળી, રોડ, રસ્તા અને સસ્તા અનાજની દુકાનની પારાવાર મુશ્કેલીનો સામનો કરતું ગામ એટલે એકવાર ગોલણ:

  તાપી જિલ્લા સોનગઢ તાલુકાના ગુજરાત અને મહારાષ્ટ્ર બોડર વિલેજ ગામ અને મેઢા ગૃપ ગ્રામ પંચાયતમાં આવતું એકવા ગોલણ ગામ કુદરતના સૌંદર્ય થી સોળે કળાએ ડૂંગરાઓની હારમાળામાં ખીલેલું અને ૧૮૨ની વસ્તી ધરાવતું ગામ એકવા ગોલણ ગામની સમસ્યાને લઈ તાપી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું, જેને લઈને સમસ્યાને વાચા આપવા તાપી પ્રેસ કલબની ટીમે સ્થળ મુલાકાત લીધી હતી.

એકવા ગોલણ ગામ ભલે રોડ, રસ્તાની સુવિધાઓથી વંચિત હોય પણ પ્રાથમિક શાળાની મુલાકાત લેતા સ્વચ્છતાની બાબતે નંબર આપવો પડે તેવી સ્વચ્છતા જોવા મળી હતી અને શાળા સરસ્વતિ માતાનું મંદિરનું પ્રતિત કરાવતી શાળા એટલે એકવા ગોલણ ની પ્રાથમિક શાળા.

        એકવા ગોલણ ગામની સમસ્યાને લઈને સ્થળ મુલાકાત લેતા ગુજરાત અને મહારાષ્ટ્રની બોડર પર આવેલ ગામમાં રોડ રસ્તાની સમસ્યાને લઈને ગ્રામજનોને પરાવાર મુશ્કેલી પડી રહી છે એકવા ગોલણથી મેઢાગામ માત્ર સાત કિલો મીટર અંતર છે, પરંતુ સીધો રોડ રસ્તો ન હોવાથી ૩૫ કિલોમીટર જેટલું અંતર કાપીને ફરીને જવું પડે છે. સસ્તા અનાજની દુકાને રેશનીંગ લેવા જવા માટે આવવા જવા માટે ૭૦ કિલોમીટર જેટલું અંતર કાપીને રેશનીંગ લેવા જવું પડે છે. આખે આખો દિવસ બગાડીને અનાજ લેવા જવું પડે છે. તેમ છતા ફેરો પડે છે. સૌથી મોટી સમસ્યા રેશનીંગ દુકાન અનાજ ખરીદ કરવા માટે જવાની સમસ્યા, આરોગ્યની સુવિધા માટે ,જેમ કે ૧૦૮ એમ્બયુલેન્સની સમસ્યા, પિયતની સમશ્યા જોવા મળી હતી, અને આવેદનપત્રમાં પણ રેશનીંગની પડતી પારાવાર સમસ્યા તંત્ર ને જણાવવામાં આવી હતી જે બાબતે એકવા ગોલણનાં લોકો માટે તંત્ર કંઈક વેકલ્પિક સુવિધાઓ ઉપલબ્ધ કરે તેવી માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં એવુ પણ જણાવ્યું છે કે ખેતી માટે વિજળીની થ્રી ફેસ લાઈનની માંગણી કરવામાં આવી છે. જે ખરેખર યોગ્ય રજુઆત નથી ખરેખર ખેતી માટેની વિજળી ડી.જી.વી. સી. એલ ને રજુઆત કરવાની થતી હોય છે.

સૌથી મોટી સમસ્યા રોડ રસ્તા અને સસ્તા અનાજની સમસ્યા જણાય આવે છે. 

આ સાથે આજના ટેકનોલોજીનો સમય પ્રમાણે મોબાઈલ સેવા માટે ટાવર તથા ઓનલાઈન શિક્ષણ સાથે કદમ મિલાવવા માટે નેટવર્ક ને લઈને સમસ્યા તેમજ બસ ની સુવિધા નથી તેથી ધોરણ પાંચ પછી આગળ અભ્યાસ માટે અવર જવર ને લઈને વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે. એવું જાણવા મળ્યું હતું, 

એકવા ગોલણ ગામ અને મેઢા ગામને સીધો રસ્તો બનાવવામાં આવે તો ગ્રામજનોની સમસ્યાઓનું જલદી નિરાકરણ થઈ શકે.

એકવા ગોલણ ગામ ભલે રોડ, રસ્તાની સુવિધાઓથી વંચિત હોય પણ પ્રાથમિક શાળા સરસ્વતિ માતાનું મંદિરનું પ્રતિત કરાવતી શાળા એકવા ગોલણની શાળા.

     એકથી પાંચ ધોરણની શાળામાં એક માત્ર શિક્ષક બાળકોને શિક્ષણ કાર્ય સાથે સ્વચ્છતા પાઠ ભણાવ્યા હોય તેમ જણાય આવે છે. જે ખરેખર ધન્યવાદ ને પાત્ર છે, બાલ મંદિરમાં પણ સ્વચ્છતા જોવા મળી હતી પણ સમગ્ર ગામમાં સ્વચ્છતાનો અભાવ જણાયો હતો.

એકવા ગોલણ ગામની સ્થિતિ: 

ગામની કુલ વસ્તી– ૧૮૨

ગામની કુટુંબની સંખ્યા-૪૧

મતદારોની સંખ્યા-૧૨૬

ખાતેદારોની સંખ્યા- ૦૪

બી પી એલ કાર્ડ 

એ પી એલ કાર્ડ ધારકો-૦૪

પ્રાથમિક શાળા-૧

બાલમંદિર-૧

જોવું રહયું એકવા ગોલણ ગામ કુદરત નાં ભરોશે જીવન વિતાવવા મજબુર બને છે કે પછી તાપી જીલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે છે.?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है