ક્રાઈમ

 જીલ્લાના આમલેથા પો.સ્ટે.ના ધાડ તથા લૂંટના ગુનાના કામના આરોપીઓને મુદ્દામાલ સાથે ઝબ્બે કરતી એલ.સી.બી.નર્મદા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

શ્રી હરિકૃષ્ણા પટેલ (IPS) પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી હિમકર સિંહ. (IPS), પોલીસ અધિક્ષક, નર્મદાનાઓ દ્વારા જીલ્લામાં મિલ્કત સબબ ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાની સુચના તેમજ માર્ગદર્શન અનુસંધાને શ્રી એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી નાઓના તથા શ્રી સી.એમ.ગામીત, પો.સ.ઇ. એલ.સી.બી., તેમજ એલ.સી.બી. પોલીસ સ્ટાફ મારફતે જીલ્લામાં આમલેથા પો.સ્ટે. એ-પાર્ટ ન. ૨૬૮/૨૦૨૦ ઇ.પી.કો. ક્લમ ૩૯૫. ૩૪૧ મુમ્બના ગુનાના કામે વોચ તેમજ ટેકનીકલ દિશામાં જરૂરી માહિતી એકત્રિત કરી ટેકનીકલ સર્વેલન્સની મદદથી માહિતી મેળવતા અ.હે.કો. દુર્વેશભાઇ ચંપકભાઇ બ.નં. ૭૫૮ તથા અ.હે.કો. અશોકભાઈ ભગુભાઈ બ.નં. ૭૪પ તથા અ.હે.કો. યોગેશભાઇ બળદેવભાઈ બ.નં. ૭૩ ૧ તથા અ.હે.કો. વિજયભાઇ ગુલાબસીંગ બ.નં.૭૦૨ નાઓને અંગત બાતમીદારો દ્વારા માહીતી મળતા (૧) સહદેવ ઉર્ફે બાબર ગોપાલભાઇ વસાવા (૨) સતિષભાઇ શાંતિલાલ વસાવા (3) નવીન વિનુભાઇ વસાવા (૪) સહદેવભાઇ વિનુભાઈ વસાવા તમામ રહે. બામલ્લા તા. ઝગડીયા જી.ભરૂચ નાઓને નાવરા ગામેથી ઝડપી તેઓ પાસેથી ગુનાના કામે ગયેલ મુદામાલ સોનાની ચેઇન-૧ કિ.રૂ. ૪૦,૦૦૦/-ની રીકવર કરવામાં આવેલ. તેમજ સદર ગુનાના કામે પકડાયેલ આરોપીઓ પાસેથી આમલેથા પો.સ્ટે. ૦૫૭૩/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૯૨ મુજબ લૂંટના ગુનાના કામે ગયેલ રીયલમી કંપનીનો મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦૦/- પણ આ આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલ. દરમ્યાન આરોપીઓની સધન પુછપરછ દરમ્યાન આરોપીઓએ આમલેથા પો.સ્ટે. ૦૫૭૩/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૯ર મુજબ લૂંટના ગુનાના કામે આરોપી (૧) મીનેશભાઇ ઉર્ફે નયનેશભાઇ રાજેશભાઇ વસાવા રહે. કાટીદરા તા.ઝગડીયા જી.ભરૂચ (૨) સતિશભાઇ રતિલાલ વસાવા રહે. બામલ્લા તા.ઝગડીયા જી.ભરૂચ (3) દિપકભાઇ ઉર્ફે કાલો સોમાભાઇ વસાવા રહે. પ્રતાપનગર તા.નાંદોદ જી.નર્મદાનાઓએ લૂંટ કરેલ હોવાનું જણાવતા સદર અનડીટેક્ટ લૂટનો ગુનાનો મુદ્દામાલ રીયલની કંપનીનો મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦૦/- રીકવર કરી ડીટેક્ટ કરવામાં આવેલ. અને આરોપીઓને અટક કરવા તેઓના રહેણાંક તથા આશ્રય સ્થાનો ઉપર તપાસ કરી અટક કરવા પ્રયત્નો કરવામાં આવેલ છે.

પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાનાઓએ જીલ્લામાં અનડીટેક્ટ ગુના ડીટેક્ટ કરવાની સુચના અનુસંધાને મિક્ત સબબ ગુનાઓને ડામવા તેમજ મિલ્કત સબબ ગુનાઓ આચરનારાઓની પ્રવૃતિને અંકુશમાં લાવવા સારૂ નર્મદા પોલીસ સતત પ્રયત્નશીલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है