
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
દેડીયાપાડાનો અવાજ વિધાનસભામાં ગુંજ્યો..!!! દેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સાવજ અને યુવા નેતા ચૈતર વસાવાએ પોતાનું પ્રથમ વક્તવ્ય સભા સમક્ષ રજુ કર્યુ:
ડેડીયાપાડા વિસ્તારની અનેક સમશ્યાઓ સરકાર સમક્ષ રજૂઆત કરતા ધારાસભ્ય ચૈતર વસાવા,
AAP ધારાસભ્યને સ્પીકરશ્રીએ બોલવા માટે ૩ મિનિટનો સમય આપ્યો હતો, જેમાં તેઓએ પોતાના આદિવાસી મત વિસ્તારમાં અસુવિધાઓ અંગે મારો ચલાવ્યો હતો. પાણી વગરના નળ, માત્ર એક કાર્યકારી શિક્ષક સાથેની શાળાઓ અને ૧૯૮૬ નું એક એક્સ-રે મશીન એ થોડા ઉદાહરણો છે, જે આમ આદમી પાર્ટી AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમના આદિવાસી મતવિસ્તાર ડેડિયાપાડામાં પ્રાથમિક સુવિધાઓના અભાવનું વર્ણન કરતી વખતે આપ્યા હતા.
વિધાનસભામાં પોતાની પ્રથમ સ્પીચ આપતા MLA બોલ્યા હતા કે, ભાજપના સૌ નો સાથ, સૌ નો વિકાસના નારાને ગળે ઉતરવું મુશ્કેલ છે. ડેડિયાપાડાના મારા મતવિસ્તારમાં ૩૦૫ ગામો છે, જ્યાં ૩.૫ લાખ લોકો રહે છે. આમ હોવા છતાં સરકારે ૧૯૮૬ નું એક્સ-રે મશીન સિવાય એક પણ આધુનિક મશીન આપ્યું નથી.
જ્યારે કોઈ બીમાર પડે, અથવા બાળકના જન્મ માટે અંકલેશ્વર, ભરૂચ અથવા વડોદરા જવું પડે છે. ચૈતર વસાવાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમારા વિસ્તાર માંથી બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનની શરૂઆત કરી હતી, પરંતુ મારા વિસ્તારમાં ૨૯ પ્રાથમિક શાળાઓ એવી છે, જ્યાં માત્ર એક જ શિક્ષક છે. ઘણી શાળાઓ જર્જરિત હાલતમાં છે.
AAP ધારાસભ્ય ચૈતર વસાવા જેમને 15મી વિધાનસભાના સ્પીકર મહોદયએ બોલવા માટે ત્રણ મિનિટનો સમય આપ્યો હતો, તેમણે પણ પીવાના પાણીના મુદ્દે સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. નલ સે જલ યોજના હેઠળ ૪૦૦ કરોડના કામો હાથ ધરવામાં આવ્યા હતા, જે અંતર્ગત તમામ ગામોમાં નળ ફીટ કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી આ નળ માંથી પાણીનું એક ટીપું પણ નીકળ્યું નથી.
સિંચાઈ માટેના પાણી વિશે વાત કરતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે તેમના મત વિસ્તારના પરિવારોનું સરદાર સરોવર પ્રોજેક્ટ, કડાણા ડેમ અને ઉકાઈ ડેમ પ્રોજેક્ટ હેઠળ પુનર્વસન કરવામાં આવ્યું છે. મહિલાઓ વચ્ચે મોટાભાગના ઝઘડા અમારા વિસ્તારમાં પીવાના પાણીને લઈને થાય છે. જ્યારે રાજ્ય સરકાર નર્મદા ડેમનો શ્રેય લે છે, ત્યારે હું સરકારને કહેવા માંગુ છું કે નર્મદા ડેમથી માત્ર ૨ કિલોમીટર દૂર મતસર અને કાનાજી ગામ છે, જ્યાં લોકો પીવાનું પાણી મેળવવા માટે સંઘર્ષ કરે છે. જેવી ધારધાર રજુઆત પોતાનાં મતવિસ્તાર ની અનેક સમશ્યા માનનીય અધ્યક્ષ સામે મૂકી હતી.
રિપોર્ટર: સર્જન વસાવા નર્મદા,