
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ પંચમહાલ જીલ્લાના કાલોલ પો.સ્ટે.નાં ગણનાપાત્ર પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.
ઇન્ચાર્જ પોલીસ મહાનિરિક્ષક શ્રી એમ.એસ.ભરાડા વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને જીલ્લા તથા જીલ્લા બહારના નાસતા-ફરતા તથા વોન્ટેડ આરોપી પકડવા સારૂ પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે પંચમહાલ જીલ્લાના કાલોલ પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ – સી ૧૧૨૦૭૦૩૬૨૨૧૦૨૧૩/ ૨૦૨૧ પ્રો.એ.ક. ૬૫ એ ઈ, ૮૧, ૯૮ (૨), ૧૧૬ બી મુજબના ગુન્હામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપી સ્વપનીલ ઉર્ફે પ્રીન્સ ઉર્ફે પાયલોટ હસમુખભાઇ પટેલ રહે. વેસદડા, પટેલ ફળીયું, તા.જી.ભરૂચનાઓને આજે તા.૧૨/૦૭/૨૦૨૧ નારોજ હસ્તગત કરવામાં આવેલ છે. તેમજ આગળની કાર્યવાહી કરવા સારૂ ભરૂચ શહેર ‘ સી ’ ડીવી પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. જયેન્દ્રસિંહ મહોબતસિંહ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. રાકેશભાઇ ચંદુભાઇ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.