
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , પ્રતિનિધિ
વલસાડ ૧૮૧ અભયમ ટીમે માનસિક અસ્વસ્થ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું.
રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ મુશ્કેલીના સમયે લાભ લઇ શકે તે માટે ૧૮૧ અભયમ હેલ્પલાઇન સેવા શરૂ કરે છે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં માનસિક રીતે અસ્વસ્થ મહિલા રેલવે સ્ટેશન વિસ્તારમાં ભૂલા પડી ગયા હોવાની જાણ થતા જાગૃત નાગરિકે ૧૮૧ ટીમને જાણ કરતા તેનો કાઉન્સિલિંગ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
જેમાં વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં થી એક જાગૃત નાગરિકે ૧૮૧ abhayam helpline માં ફોન કરી જણાવ્યું હતું કે કોઈ મહિલા પારડી રેલવે ફાટકની બાજુમાં આવીને બેઠા છે. અને કશું બોલતા નથી તેને મદદની જરૂર છે. જેથી વલસાડ ટીમ તરત જ સ્થળ પર પહોંચીને મહિલાને પ્રોત્સાહન આપી અને કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલ કે મહિલા છોટાઉદેપુર જિલ્લાના વતની છે. અને તેઓની માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેમના પરિવારના સભ્ય તેમને બહાર મજૂરી કામ કરવા જવા દેતા ન હોવાના કારણે તેઓ ઘરેથી કોઈપણ વ્યક્તિને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલા ને તેમના બેન વલસાડ જિલ્લામાં મજૂરીકામ અર્થે આવેલ જ્યાં તેઓ વલસાડ રેલવે સ્ટેશન પર ઉતરવાનું ચૂકી ગયેલા અને ત્રણ દિવસથી અલગ-અલગ રેલવે સ્ટેશન પર ગભરાયેલી હાલતમાં ફરતા હતા. જ્યાં આજરોજ સાંજના સમયે જાગૃત નાગરિકે તેમને જોતાં ૧૮૧ ટીમને જાણ કરેલ જેથી મહિલા સાથે વાતચીત કરતા તેમની પાસેથી તેમના પરિવાર નો કોન્ટેક્ટ થતા તેમના બહેન વલસાડ જિલ્લામાં મજૂરી કરતા હોવાની જાણ થતાં મહિલાની તેમની બહેનને સોંપવામાં આવેલ છે. ગભરાયેલ મહિલા પણ તેમની બહેન સાથે મેળાપ થવાથી ૧૮૧ તેમનો આભાર માન્યો હતો. અને બન્ને પક્ષનું કાઉન્સિલિંગ કરી મહિલાને યોગ્ય સારવાર આપવા અને વધુ ધ્યાન રાખવા માટે માહિતી આપી હતી.