દક્ષિણ ગુજરાતરાષ્ટ્રીય

પ્રોહી ગુનામાં મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડતી ડેડીયાપાડા પોલીસ:

કુલ કિ.રૂ.૪૩,૦૦૦/- નાં પ્રોહી મુદ્દામાલ જપ્ત: બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા યાહા મોગી ચોક પાસે થી મોટર સાઈકલ ઉપર વિમલના થેલામાં ઇમ્પિરિયલ બ્લુ વ્હિસ્કીના કાચના કવાટરિયા નંગ.૧૩૦/- કિ.રૂ.૧૩૦૦૦/- તથા મો.સા. ૧ કિ.રૂ.૩૦૦૦/- મળી કુલ કિ.૪૩,૦૦૦/- નાં પ્રોહી મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડતી ડેડીયાપાડા પોલીસ.

પ્રોહી/જુગારના દૂષણને ડામવા માટે શ્રી. હીમકર. સિંહ પોલીસ અધિક્ષક શ્રી. નર્મદા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી. રાજેશ પરમાર રાજપીપળા ડિવિઝન રાજપીપળા નાઓ એ જરૂરી સુચના ઓ અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને સર્કલ પો. ઇન્સ્પેક્ટર શ્રી. પી.પી.ચૌધરી ડેડીયાપાડા સર્કલ નાઓ ના સીધા સુપરવિઝન હેઠળ આજ રોજ પો. સ. ઇ.શ્રી. એ.આર.ડામોર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ માં નીકળેલા તે દરમ્યાન સાથેના હે.કો. અશોકભાઈ ભગુ ભાઈ બ. નં.૭૪૫ નાઓ ને ખાનગી રાહે બાતમીદાર થી બાતમી મળેલ કે સાગબારા તરફથી ડેડીયાપાડા તરફ એક પલ્સર મો.સા.નંબર GJ.16 CR.5787 ઉપર બે ઈસમો વિમલ ના થેલામાં ઈંગ્લીશ દારૂ ભરી આવે છે. જે બાતમી આધારે યાહા મોગી ચોક ડેડીયાપાડા ખાતે નાકાબંધી દરમિયાન ઉપરોકત બાતમી વાળી મો.સા.આવતા ચાલક (૧) દેવેન્દ્રભાઈ દીપસિંગ ભાઈ વસાવા (૨) તથા પાછળ બેસેલ ઈસમ રાજેશભાઈ રામસીંગ ભાઈ વસાવા બન્ને રહે .હિરાપોર , બાડા બેડા ફળીયુ, તા.વાલિયા, જી.ભરૂચ નાઓ ને બે અલગ અલગ વિલમ નાં થેલામાં સિગ્રામસ ઇમ્પીરિયલ બ્લુ વ્હિસ્કી ના ૧૮૦ મી.લી.નાં કાચના ક્વાટરિયા નંગ.૧૩૦ કિ.રૂ.૧૩૦૦૦/- તથા મો.સા.કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪૩,૦૦૦/- નાં પ્રોહી મુદ્દામાલ સાથે પકડી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.
પોલિસ અધિક્ષક શ્રી નર્મદા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાજપીપલા ડિવિઝન નાઓ ની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને દારૂ/ જુગારનાં દૂષણને ડામવા ડેડીયાપાડા પોલિસ પ્રયત્નશીલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है