શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
૭૫માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વંદે માતરમ્ ભારત માતા કી જય સાથે ડેડીયાપાડા નગર ગુંજી ઉઠ્યું;
ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે.
દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો) દ્વારા ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકા મથકે પણ વિવિધ સ્થળો એ ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો.
ઝંડા ઊંચા રહે હમારા વિજય વિશ્વ તિરંગા પ્યારા, જય જવાન જય કિસાન, વંદે માતરમ્, ભારત માતા કી જય સાથે ડેડીયાપાડા નગર સ્વાતંત્ર દિવસ નિમત્તે ગુંજી ઉઠ્યું હતું.
ડેડીયાપાડા તાલુકાના સમગ્ર વિસ્તારમાં આજે ૭૫માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઠેર ઠેર હર્ષોલ્લાસ સાથે ઊજવણી કરવામાં આવી જેમાં ડેડીયાપાડા તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, નીવાલ્દા મિશન સ્કૂલ, એ.એન.બારોટ વિદ્યાલય, મોડેલ સ્કૂલ, શારદા દેવી વિધાલય, પૃથ્વી કીડ્સ,સંસ્કાર વિદ્યાલય, સરસ્વતી વિદ્યાલય, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વિદ્યુત બોર્ડ સહિત અનેક જગ્યાએ ઘ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં કોવિડ-૧૯ ના કારણે સાદગી પૂર્વક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.