
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુ માહલા
સુબિર તાલુકા ખાતે મમતા ઘરનું તાળું કયારે ખોલવામાં આવશે? બે મહિના થી લાગેલું ગ્રહણ ક્યારે ખુલશે? કોની વાટ જુવે છે ડાંગ આરોગ્ય તંત્ર?
સુબિર ખાતે બે મહિના અને 28 દિવસથી મમતા ઘર બંધ રાખવામાં આવતાં 92 ગામની સગર્ભા મહિલાઓ સરકારનાં સુવિધાઓથી વંચિત રહી ગઈ છે,
કયા કારણોસર મમતા ઘર બંધ રાખવામાં આવ્યું જે બાબતે ખાતાકીય કોઈ પણ જાતની નોટીસ જાહેર કરવામાં આવેલ નથી,
સુબિર તાલુકામાં આવેલ તાલુકા કક્ષાનાં મમતા ઘરનાં દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અને તાળું મારી મુકવામાં આવેલ છે છેલ્લા બે મહિના અને 28 દિવસ સુધી મમતા ઘરનાં દરવાજા બંધ કરી દેવામાં આવતાં સુબિર તાલુકામાં સમાવિષ્ટ 92 ગામની સગર્ભા મહિલાઓને સરકાર નાં સુવિધાનો લાભ મળ્યો નથી અને મહિલાઓ સુવિધાથી વંચિત રહી જવા પામેલ છે
સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં વસતા લોકોને આરોગ્ય લક્ષી અનેક સુવિધાઓ ઘર આંગણે પુરી પાડવામાં આવી રહી છે ત્યારે જવાબદાર ડાંગ આરોગ્ય તંત્ર દ્વારા સગર્ભા મહિલાઓને સરકાર દ્વારા મળતી સુવિધાથી વંચિત રાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે અને મમતા ઘર બંધ રાખવામાં આવ્યું છે તે કયા કારણે 2 મહિના અને 28 દિવસ બંધ રાખવું પડયું જે બાબતે જવાબદાર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોઈ પણ જાહેર નોટિસ બહાર પાડવામાં આવી નથી જે બાબત ને લઈને સુબિર તાલુકામાં આવેલ ખોખરી ગામની બહેનો રોષે ભરાઇ હતી અને સરકાર દ્વારા મહિલાઓને પુરી પાડવામાં આવતી આરોગ્ય લક્ષી સુવિધાઓ ડાંગમાં પોકળ સાબિત થઈ રહી છે તેમ કહી તેમણે ઙાંગ આરોગ્ય તંત્રનાં બેદરકરી સામે સવાલો કરી સુબિર તાલુકાનું મમતા ઘર તત્કાળ ચાલુ કરી સગર્ભા સ્રીઓને સુવિધા પુરી પાડવામાં આવે તેવી માંગણી કરી બહેનોએ ઙાંગ આરોગ્ય તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.