શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
રાજપીપલાનાં યુવા પત્રકાર વિપુલ ડાંગીને બેસ્ટ પત્રકારત્વ એવોર્ડથી નવાજી સન્માનિત કરાયા;
પત્રકાર ક્ષેત્રના જગતમાં લોકોની પડખે રહી પ્રજાહિતમાં હરહંમેશ માટે અન્યાય શોષિત, વંચિતો, ગરીબોની અભિવ્યક્તિનો અવાજ મીડીયાનાં માધ્યમથી તંત્ર, સરકાર લોકો વચ્ચે મુકી ઉજાગર કરી ન્યાયિક કાર્ય સુપેરે પાડ્યાં સેવાભાવી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયને ગરીબ જરૂરિયાતમંદ લોકોને ધાબળા ,કપડાં, સેવટરો, શૈક્ષણિક કીટ, ચંપલ જેવી જીવન જરૂરી સામગ્રીઓ આપવાનું કાર્ય બખુબી પણે કરી રહ્યાં છે;
નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાનાં રાજપીપલાનાં યુવા પત્રકાર એવાં વિપુલ ડાંગીએ ઉભરતી યુવાની કાળમાં પત્રકારત્વ ક્ષેત્રે સારી એવી નામના અને ખ્યાતિ મેળવી છે તેઓનું લોક શાહીનો ચોથો જાગીર સ્થંભ તરીકે ઓળખાતા મીડિયા જગતની દુનિયામાં બેસ્ટ પત્રકારત્વનું બિરૂદ આપી ગ્રેવા ફિલ્મ આયોજીત ગુજરાત સીને મીડિયા સ્પેશિયલ એચિવમેન્ટ એવોર્ડ – 2021થી નવાજી સન્માનિત કરવામાં આવ્યાં છે, તેમનાં આ સન્માનને પગલે સમાજ અને જિલ્લાનું નામ રોશન કરી ગૌરવ વધાર્યું છે, તેમનાં આ સન્માને જિલ્લાની સોનેરી ચમકતી મોર પીંછમાં વધારો કર્યો છે,
વડોદરા શહેરનાં આજવા રોડ પાસેના પંડિત દીનદયાળ હોલ ખાતે તા.30 /12 /2021નાં રોજ ગ્રેવા ફિલ્મ આયોજીત ગુજરાત સીને મિડિયા સ્પેશ્યલ એચીવમેન્ટ એવોર્ડ- 2021નું ભવ્યાતિભવ્ય એક કાર્યક્રમનું રંગારંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ ઉમદા કામગીરી કરી સર્વ શ્રેષ્ઠ કાર્ય થકી ગુજરાતની ગૌરવ અને ખમીરવંતી ધરતી પરનાં ચમકતાં સિતારા બની ગુજરાતને ગૌરવ અપાવનાર એવા 150 જેટલા પત્રકાર, શિક્ષકો,ઉદ્યોગપતિ, સાહિત્યકારો, ફિલ્મ સંગીત જગતનાં કલાકાર- કસીબીઓને બેસ્ટ એચિવમેન્ટ એવોર્ડ આપી બિરદાવીને સન્માનિત કરવામાં આવ્યાં છે અને ગુજરાતનું ગૌરવ વધારનાર એવોર્ડ વિજેતા ચમકતાં સીતારાઓની ગુજરાત સીને મીડીયા એવોર્ડથી સન્માનિત લોકોની એક વિસ્તૃત સભળ માહિતી સાથે પુસ્તિકા પણ વિમોચન કરી બહાર પાડવામાં આવી છે નર્મદા જિલ્લાનાં યુવા પત્રકાર એવાં વિપુલ ડાંગીએ પત્રકાર ક્ષેત્રના જગત દુનિયામાં લોકોની પડખે રહી પ્રજા- લોકહિતનાં પ્રશ્નોની જટીલ સમસ્યાઓને લઈ હરહંમેશ માટે દરેકની અવાજનો ભાગ બની અન્યાય શોષિત, વંચિત, ગરીબોની અભિવ્યક્તિના અવાજને વાંચા આપવા અગ્રેસર બની એક આગવું પત્રકારત્વ થકી મીડીયાનાં માધ્યમથી તંત્ર, સરકાર લોકો વચ્ચે પીડિતોની લાગણી ભાવનાની દાસ્તાનીનો અરીસો રજુ કરીને સમસ્યાને ઉજાગર કરી ન્યાયિક કાર્ય સુપેરે પાડ્યું છે તેઓનાં અત્યાર સુધીના પત્રકારત્વનાં દાયિત્વનાં સમય કાર્યકાળ દરમિયાન અનેક એવાં લોક હિતનાં કામો કર્યા છે નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા તાલુકાનાં રીગાપાદર ગામની વાત કરીએ તો આઝાદીના 75 વર્ષ પછી પણ વિકાસ અને સુવિધાઓની ઉપલબ્ધિનાં ફળનાં નામે મીડું ! ગામ લોકોનાં જીવનમાં આઝાદીનાં 75 વર્ષ પછી પણ લાઈટ નશીબમાં ન હતી પત્રકાર તરીકેનાં તેઓના પ્રયાસોને પગલે એવું સારું કામ કરી આજે ગામ લોકોના જીવનમાં લાઈટનું અજવાળાંનો ઉજાશની રોશની પાથરી 9 ઓગસ્ટનાં રોજ તેમના હસ્તે ઉદ્ધાટન કરાયું ગામનાં ફળીયાઓને જોડતાં આરસીસી રસ્તા બનાવ્યા પાણી સુવિધા માટે હેન્ડપંપ,પાણીની ટાંકી જેવી સુવિધા ઉપલબ્ધ બનાવી જ્યારે વિશ્ર્વની ફલક પર ખ્યાતિ નામના પામેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી એકદમ નજીકનાં ગરૂડેશ્ર્વર તાલુકાનાં ચિનકુવા ગામમાં જવાનો મુખ્ય રસ્તો જ આઝાદી કાળથી નશીબમાં મળ્યો નથી ગામનો પગદંડી રસ્તો હોવાને પગલે લોકોને મોટી મુશ્કેલીઓ ભોગવી રહ્યા હતાં ઈમરજન્સીના કાળમાં ડિલિવરી ટાણે કે કોઈ બિમાર પીડિત વ્યક્તિને ઝોળીમાં બાંધી ઉંચકીને છેક ત્રણ કિલોમીટર દુર આવેલ માંડણ ગામ સુધી પગપાળા ચાલીને લઈ જવું પડે છે આવી દર્દનાક પરિસ્થિતિમાં જીવવાં લોકો મજબુર ગામમાં બે જ કુવા છે તેના પર ઢોરઢાંખર સહિત આખું ગામ પાણી પર નભે છે કોઈ હેન્ડપંપ કે બોર પણ આજદિન સુધી નસીબમાં નથી બીજી સુવિધાની વાત તો દુરની છે પત્રકાર તરીકે ગામ લોકોની પડખે આવી મદદરૂપ બની વાહન વ્યવહાર અવરજવર કરી શકે તેવો રસ્તો બનાવી દેતાં ગામનાં કાચા ઘરમાં વર્ષોથી ચાલતી શાળાનું પાકું બે માળનું બાંધકામ થઈ ગયું હવે બાળકો કાચા ઘરમાં ચાલતી શાળામાં ભણવા મજબુર નહિ બને વિકાસનો રૂંધાતો રસ્તો ખુલ્લો કર્યો જિલ્લામાં પહાડી ડુંગરાળ વિસ્તારોમાં 2 કિલોમીટરની અંતરે જ મતદાન બુથ મથક ફાળવા રજુઆત કરીને માંગ કરી છે આમ તેમનાં પત્રકારત્વનાં દાયત્વમાં અનેક કાર્યની સિદ્ધ કામગીરીને બિરદાવામાં આવી છે સાથે તેઓ સામાજિક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયને ગરીબ જરૂરિયાતમંદ અંતરિયાળ ડુંગરાળ વિસ્તારોમાં લોકોને ધાબળા, કપડાં,સેવટરો,શૈક્ષણિકીટો, ચંપલો જેવી જીવન જરૂરી સામગ્રીઓ આપવાનું કાર્ય બખુબી પણે કરી રહ્યાં છે આમ વિપુલ ડાંગીએ ઉભળતી યુવાની કાળમાં એક સારાં પત્રકાર તરીકે એક સર્વ શ્રેષ્ઠ બિરુદ મેળવ્યું છે વિપુલ ડાંગીની મીડિયા જગતની દુનિયામાં પત્રકારત્વના ઉત્કૃષ્ટ કાર્યની કામગીરીની નોંધ લેવામાં આવી છે તેઓનું બેસ્ટ પત્રકારત્વ કરવા બદલ ગુજરાત સીને મિડીયા સ્પેશ્યલ એચિવમેન્ટ એવોર્ડ-2021થી સન્માનિત કરી નવાજવામાં આવ્યાં છે
આ કાર્યક્રમ પ્રસંગે આદમી પાર્ટીના મહેશ સવાણી, ગાયક કલાકાર પ્રવિણ લુણી, ધવલ પટેલ, કલ્યામેંટ ચેન્જ વિભાગ ગાંધીનગરના કુણાલ ગઢવી, વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી નૈષધ મકવાણા, દેવપગલી જી, સ્મિતા સેનજી નમસ્કાર ગુજરાતના કલ્પેશ પટેલ, સંદેશના ચીફ પત્રકાર મલિક, સંદેશ ન્યુઝના એન્કર નૂપુર પટેલ, મંતવ્ય ન્યુઝના એન્કર, આશા ન્યુઝનાં મિતેશ તડવી આયોજક અમિત પટેલ, રોનક પંચાલ ફિલ્મ જગત, સાહિત્યકારો, કલાકારો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં