
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહાલા
ડાંગના પ્રાયોજના વહિવટદાર શ્રી જે.ડી. પટેલ વયનિવૃત થતા અપાયુ વિદાયમાન :
આહવા : ડાંગના અધિક કલેક્ટર શ્રી જે.ડી. પટેલ વયનિવૃત થતા, તેમને ભાવભિનુ વિદાયમાન અપાયુ હતુ.
ડાંગ જિલ્લાના અધિક કલેક્ટર એવા પ્રાયોજના વહિવટદાર શ્રી જે. ડી. પટેલ કે જેઓ આ પહેલા ડાંગ જિલ્લામા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે પણ સેવા બજાવી ચુક્યા છે. તેઓ આજે વયનિવૃત થતા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને વિદાયમાન આપવામા આવ્યુ હતુ.
ડાંગ જિલ્લા પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ધર્મેદ્રસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. વિપિન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા, અધિક નિવાસી કલેક્ટર શ્રી પી ગાવિતે આજરોજ અધિક કલેક્ટર શ્રી જે. ડી. પટેલના વિદાય પ્રંસગે તેમના સરળ, સહજ સ્વભાવની સરાહના કરી હતી. તેમજ શ્રી જે. ડી. પટેલના કાર્યકાળના સંસ્મરણો વાગોળી, તેમના સ્વભાવ, કામ કરવાની પધ્ધતિ અને સહયોગની ભાવનાની સરાહના કરી હતી તેમજ વયનિવૃત્તિ બાદ તેઓ પોતાનુ જીવન દીર્ધાયુ પૂર્વક વિતાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
શ્રી જે. ડી. પટેલ વયનિવૃત થતા ડાંગ જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓ, પધાધિકારીઓ, સાથી કર્મચારીઓ, અને તેમની કચેરીના કર્મયોગીઓના સહયોગ બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.