
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી કોરોના રસીકરણ અભિયાન: અપડેટ
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાપી જિલ્લામાં માઈક્રો પ્લાનિંગ સાથે રસીકરણ હાથ ધરાયું- કલેકટરશ્રી તાપી આર.જે.હાલાણી
જિલ્લામાં ૬૨ હજારથી વધુ લોકોએ કોરોનાની રસીને પ્રથમ ડોઝ લીધો- ડૉ.હર્ષદ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી
તાપી-૦૩: રાજ્યમાં ચાલી રહેલી કોરોનાની રસીકરણની ઝુંબેશમાં તાપી જિલ્લામાં આજ દિન સુધી ૬૨૯૮૮ નાગરિકોને કોરોનાની રસી આપી સુરક્ષિત કરાયા છે. તાપી કલેકટરશ્રી આર.જે. હાલાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર તાપી જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી સતત ચાલુ રહે અને વધુમાં વધુ નાગરિકો રસીકરણનો લાભ લે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માઈક્રો પ્લાનિંગ સાથે સુચારૂ પ્રયાસ હાથ ધરાયા છે. જે પૈકી વ્યારા તાલુકામાં ૧૪૫૫૦, ડોલવણમાં ૬૮૧૪, સોનગઢમાં ૧૭૪૯૯, વાલોડમાં ૮૮૧૭, ઉચ્છલમાં ૬૨૩૨, નિઝરમાં ૫૫૭૯, કુકરમુંડામાં ૩૪૯૭, સહિત કુલ-૬૨૯૮૮ નાગરિકોને કોરોના પ્રતિરોધક રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો..
વિશ્વ વ્યાપી કોરોના મહામારીને નાથવા માટે તાપી જિલ્લાના તમામ લોકો કોઇ પણ ડર કે મુંઝવણ વગર રસીકરણની ઝુંબેશમાં જોડાઇ રસી લેવા આગળ આવે તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલ દ્વારા જિલ્લાના પ્રજાજનોને અપીલ કરવામાં આવી છે.
કોવિડ વેક્સિનેશન માટે તાપી જિલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર તથા જનરલ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે વેક્સિનેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત ચિલ્ડ્રન હોસ્પિટલ તથા જનક હોસ્પિટલ, વ્યારા ખાતે પણ નિયત ચાર્જમાં વેક્સિનેશન માટે સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.