
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ઉંમરપાડા રઘુવીર વસાવા
ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માજી કેન્દ્રીય મંત્રીશ્રી ડોક્ટર તુષાર ચૌધરીના અધ્યક્ષસ્થાને વિસ્તૃત કારોબારીની મીટીંગ મળી હતી, જેમાં કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિને લઈ આકરા પ્રહારો કર્યા હતા, ડો.તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે હાલમાં જે લોકસભાનું સત્ર ચાલુ હતું, એમાં ખેડૂતો વિરોધી નીતિ બહુમતીના જોરે ભાજપાએ પાસ કર્યા છે અને એ જે બિલમાં જોગવાઈ કરવામાં આવી છે એમાં સિધો ખેડૂતોને દંડ જ છે એમ કહેવું ખોટું નથી, કોંગ્રેસની સરકાર હતી એમએસપી લઘુત્તમ ટેકાના ભાવ સરકાર નક્કી કરતી હતી અને ખેડૂતોને એના પાક નું પૂરેપૂરું વળતર મળે જેથી ખેડૂતોને નુકસાન થવા દેવામાં આવતું ન હતું, નવા બિલ માં ખેડૂતોને નુકસાન થશે પરંતુ એનું વળતર સરકાર આપવાની નથી આવી ભયંકર જોગવાઈ કરી છે, આપણે હમણાં કોઈ માલ વેચવાનું હોય તો માર્કેટ જવું પડે કેમકે APMC નોંધ રાખે વેપારીઓ પર નજર રાખે અને વેપારી ખેડૂતોના પૈસા લઇ વેપારી નાસી ન જાય તેનું ધ્યાન રાખે એના કારણે આપણે છેતરાતા નથી APMC જ રેહવાની નથી, જેથી ખેડૂતોને મહા મુશ્કેલીઓનો સામનો કરવો પડશે ખેડૂતોને તમારો પાક જયાં વેચવા હોય ત્યાં વેચી શકો છો જેમનો ઓછો પાક છે તે ક્યાં દૂર વેચવા જવાનો જેના કારણે ખેડૂતો બરબાદ થવાના મલ્ટીનેશનલ કંપની ખરીદી કરશે તો પણ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવશે.
ગુજરાત વિધુત બોર્ડ દ્વારા સરકારશ્રીએ 200 યુનિટ ફ્રી આપવાની વાત કરી નાના નાના ગામડાઓમાં ૨૦ થી ૫૦ યુનિટ બાળતા લોકોના ઘરો છે ,જ્યાં 200 યુનિટ ફ્રી મુદ્દો હતો એ મુદ્દો પણ ઉડી ગયો છે અને ફુયુલ ચાર્જ ફિક્સ ચાર્જ વધારો કરી આવા ગરીબ ઘરોને ચારથી પાંચ હજાર બિલ જ GEB દ્વારા આપવામાં આવ્યું અને એ પણ ચાર મહિનાનું સાથે જેથી ગરીબો આ બિલ ભરી શકવાના નથી જે બાબતની પણ આજે ચર્ચા થઈ આ 200 યુનિટ ફ્રી આપવાનો મુદ્દો પણ સરકારનો જુઠ્ઠો નીકળ્યો છે, ખેડૂતોની સમસ્યચર્ચા યુવાનોની બેરોજગારીની સમસ્યા મોંઘવારી શૈક્ષણિક સમસ્યા જ GNFC જેવી મોટી કંપની ખાતર ઉત્પાદન ગુજરાતમાં કરતા હોય અને ખેડૂતોને બ્લેકમાં ખાતર મળે એ પણ ખેડૂત સાથે વધુ બોજ જ પડે છે જેવી અનેક સમસ્યાઓની આજે વિસ્તૃત ચર્ચા કરી આવનાર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ગામડે ગામડે જઈને એની તૈયારી કરી અને સંગઠનને વધુ મજબૂત કેવી રીતના થાય એવો કાર્યકરોને આજે માર્ગદર્શન આપવામાં આવ્યું અને વિશેષ ચર્ચા કરી આ પ્રસંગે શ્રી.હરીશ વસાવા, શ્રી રામસિંગભાઈ, શ્રી જગતભાઈ, શ્રી નટુભાઈ, શ્રી અજીતભાઈ, શ્રીમૂળજીભાઈ વગેરે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.