
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, કીર્તનકુમાર
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે ટેકનોલોજી વીક-૧૦૨૦’ અંતર્ગત શાકભાજી પાકોમાં નર્સરી વ્યવસ્થાપન વિષય ઉપર ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું:
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર દ્વારા તા. ૦૩/૧૨/૨૦૨૦નાં રોજ ટેકનોલોજી વીક-૨૦૨૦’ અંતર્ગત શાકભાજી પાકોમાં નર્સરી વ્યવસ્થાપન વિષય ઉપર ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોનગઢ તાલુકાની ૩૦ ખેડૂત મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા સી. ડી. પંડગ્રી એ કાર્યક્રમનો હેતુ સમજાવી ખેડૂતોને ઉજાગર કર્યા હતાં અને પ્લગ નર્સરી અપનાવવા હાકલ કરી હતી.
ર્ડા. ઘર્મિષ્ઠા પટેલ , વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા શાકભાજી પાકોમાં નર્સરી વ્યવસ્થાપન માટે જુદાં-જુદાં પ્રકારના મીડીયા અને ટુલ્સ , મીડીયા પ્રિપરેશન , ધરૂ તૈયાર કરવાની રીત , ઋતુ પ્રમાણે થતાં જુદાં-જુદાં પ્રકારના શાકભાજી ધરૂ, ધરૂ વાડીયામાં ખાતર – પિયત વ્યવસ્થાપન તેમજ રોગ – જીવાત નિયંત્રણ અને માર્કેટિંગ વિશેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ સાથે ફિલ્મ-શો દ્વારા પણ ખેડૂત મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે તાલીમાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ ર્ડો.ધર્મિષ્ઠા પટેલ,વૈજ્ઞાનિક (બાગાયત) એ આભાર વિધિ કરી હતી.