શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, કરૂણેશભાઈ
વાંકલ ઝંખવાવ વિસ્તારમાં સિંચાઈ યોજના બાકી કામોની માટે મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાની અધ્યક્ષતામાં ઝંખવાવ ખાતે બેઠક યોજાઈ હતી.
તાલુકાના વાંકલ ઝંખવાવ વિસ્તારમાં ઉદૃવહન સિંચાઇ યોજનાના બાકી રહેલા કામો ની સમીક્ષા માટે મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા ની અધ્યક્ષતા ઝંખવાવ ખાતે બેઠક યોજાઈ હતી;
રાજ્ય સરકાર દ્વારા માંગરોળ અને માંડવી તાલુકાના ખેડૂતો માટે ઉદવહન સિંચાઇ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે આ યોજના હેઠળ માંગરોળ તાલુકાના ઝંખવાવ અને નાની નરોલી જિલ્લા પંચાયત બેઠક વિસ્તારના ગામોમાં યોજનાના કામો અધૂરાં હોવાથી મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા ના અધ્યક્ષ સ્થાને બેઠક બોલાવવામાં આવી હતી જેમાં સિંચાઇ યોજનાનું કામ કરનાર એજન્સીના અધિકારીઓ તેમજ સરકારના સિંચાઈ વિભાગના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખેડૂત આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા ખેડૂત આગેવાનો હર્ષદભાઈ પંડ્યા તેમજ અતુલભાઇ પટેલ દ્વારા વિવિધ ગામોના સિંચાઇ યોજનાના અધૂરા કામો અંગે રજૂઆતો કરવામાં આવી હતી મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાએ અધિકારીઓને બાકી રહેલા કામો સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી હતી, તેમજ તાલુકામાં રોટેશન પદ્ધતિ થી સિંચાઇનું પાણી આપવા સુચના આપી હતી, વધુમાં વાલીયા તાલુકા ની સિંચાઈ યોજના ના ચાલી રહેલા કામોની સમીક્ષા વાલીયા તાલુકાના આગેવાનો સાથે કરવામાં આવી હતી, તેમજ આ યોજનાનું કામ પણ સત્વરે પૂર્ણ કરવા માટે મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા અધિકારીઓને સૂચન કર્યું હતું આ બેઠકમાં જિલ્લા ભાજપ ના મહામંત્રી દીપકભાઈ વસાવા,માજી તાલુકા પંચાયત પ્રમુખ જગદીશભાઈ ગામીત હર્ષદભાઈ ચૌધરી તેમજ ચૂંટાયેલા સભ્યો દિનેશભાઈ સુરતી ડો. યુવરાજસિંહ સોનારીયા માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત, વેરાકુઈ દૂધ મંડળીના પ્રમુખ મહેશભાઈ ગામીત વગેરે હાજર રહ્યા હતા.