National newsવિશેષ મુલાકાત

મધ્યપ્રદેશનાં બાલાઘાટ જીલ્લાના ખૂટીયા ગામનાં ગુમ થયેલ યુવાનને પોતાના વતન પોહચાડતી ગુજરાત માનવ અધિકારની ટીમ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

મધ્યપ્રદેશનાં બાલાઘાટ જીલ્લાના ખૂટીયા ગામનાં ગુમ થયેલ માનશીક અસ્વસ્થ યુવાનને પોતાના માદરે વતન સ્વ ખર્ચે અને મિત્રોના સહયોગે  પોહચાડતી ગુજરાત માનવ અધિકારની ટીમ:

કોરોના કાળમાં જાણે માનવતા મરી પરવારી હોય તેમ આપણે એક બીજા સાથે વ્યવહાર કરીએ છીએ… અમથી માથાકૂટ થી બચતા હોઈએ  છે, પરંતુ કોરોનાનાં કપરા સમયમાં પણ તાપી જીલ્લાના માનવ અધિકારના  કાર્યકરો દ્વારા માનવતાં મહેકાવવાનું કામ ચાલુજ રાખ્યું હતું; રાહુલ ને પોતાનાં ઘરે પોહચાડી લોક ડાઉન સમયમાં કર્યું ભગીરથ કામ અને  માનવતા નું ઉત્તમ  ઉદાહરણ પૂરું પડ્યું; 

(મધ્યપ્રદેશનું પેપર કટીંગ)
આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ટીમ ગુજરાતને મળેલ માહિતી મુજબ રાહુલ રાહગડાલે ઉં. વ. ૧૭ નાઓ જેઓ ગુજરાત ખાતે ની કંપનીમાં ITI પૂર્ણ કર્યા બાદ પસંદગી થવા પામેલ જેથી તેઓ ગુજરાત ખાતે કંપનીમાં એપ્રેન્ડિશ તરીકે આવેલ પરંતુ મહિનાઓ બાદ તેઓની માનસિક સ્થિતિ સારી ન હોવાથી ઘરે વાત કરી રાહુલને તેમનાં ઘરે મોકલી આપવા નિર્ણય કરેલ, બાદમાં તેમને ટ્રેન માં બેસાડી ધીધેલ પરંતુ દાહોદ રેલવે સ્ટેશન પર તેઓ ઉતરી પડતાં આખરે પોલીસ દ્વારા પૂછપરછ કરતાં રાહુલ ને તેઓનાં પરીવારનાં કોઈ સુરત ખાતે કામ ધંધા, મજૂરી અર્થે આવેલ તેમનો સંપર્ક કરી પરીવારે કંપનીને કહી કબજો સોપેલ અને તેઓ પોતાની સાથે ટ્રેન દ્વારા સુરત લઈ જઈ રહયા હતાં, પરંતુ ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે રાહુલ ઉતરી પડતાં બજારમાં રખડવા લાગેલ અને તેઓની માનસિક અવસ્થા સારી ન હોવાથી 3 દિવસ બાદ A- ડીવીઝન પોલીસ સ્ટેશન ભરૂચ સામેના રસ્તે ચાલતી બે મહિલાઓને ઉભી રાખી જમવામાટે રૂપિયા ની માંગણી કરેલ પરંતુ રૂપિયા ન આપતાં ભૂખ્યો રાહુલ માનસિક સંતુલન ગુમાવી દેતાં મહિલાઓ સાથે મારપીટ કર્યાનો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થવા પામેલ અને ભરૂચ પોલીસ દ્વારા રાહુલને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી દેવામાં આવેલ ૫ દિવસની સારવાર બાદ ત્યાં એમ્બુલન્સ ચલાવતાં મુસ્લિમ બિરાદર મલેક ભાઈએ બારી માંથી નાસ્તો, ચા, પાણી આપતાં રાહુલનો ભરોશો કેળવી કોઈ નો મોબાઈલ નંબર યાદ કરવા જણાવેલ આખરે રાહુલને તેમનાં મામાનો મોબાઈલ યાદ આવતાં પરિવાર સાથે મલેકભાઈએ સંપર્ક કરવા પ્રયત્ન કરેલ અને પરિવારે પણ જયારે તેઓ ખોવાય ગયેલ તેનો રીપોર્ટ મધ્યપ્રદેશ ખાતેનાં બાલાઘાટ પોલીસ અધિક્ષક ને કરેલ હતી.

હવે રાહુલ ગુજરાત ખાતે  મળી ગયાંને લીધે પરિવાર માટે ગુજરાતના ભરૂચ થી તેમને પોતાનાં માદરે વતન લોક ડાઉન પરિસ્થિતિમાં લઇ આવવું શક્ય ન હતું સામાન્ય મજુરી કરી જીવન ગુજારતા અને વિધવા મહિલા માટે પોતાનાં દીકરા રાહુલને ઘરે લાવવા માટે પરિવારનો સહારો લીધો પણ શક્ય બન્યું નહિ, અને પોલીસે પણ તેઓને આવી અવસ્થામાં ટ્રેનમાં બેસાડી વતન પાછા મોકલવા સક્ષમ ન હતી, આખરે રાહુલનાં દુરના સગાઓ પેકી બાલાઘાટના વતની રમેશભાઈ હરેનખેડે કે જેઓ ગ્રેસ પબ્લિક સ્કૂલના સંચાલક છે તેઓ લોક ડાઉન અવસ્થામાં પોતાના માદરે વતન ગયા હોય તેઓએ માનવ અધિકારની ટીમ ગુજરાતના મિત્રો પ્રદીપભાઈ ગામીત, સુનીલભાઈ ગામીત અને ઇશાકભાઈ ચોધરી નો સંપર્ક કરેલ અને આખરે તે જ દિવસ માનવ અધિકારના કાર્યકરો ભરૂચ હોસ્પિટલ ખાતે જઈ જાત તપાસ કરેલ અને ભરૂચ જીલ્લાની માનવ અધિકારની  ટીમ પણ મદદ માટે દોડી આવેલ,  નજીકના પોલીસ સ્ટેશને જઈ અધિકારીઓને મળી રાહુલને હોસ્પિટલ થી રજા લઇ અને પોલીસ ની દેખરેખી માંથી છોડાવી રાહુલને પોતાના ઘરે લઇ જવા કાર્યવાહી કરેલ,

 ભરૂચ પોલીસનાં સહયોગ દ્વારા તાપી જીલ્લાના વ્યારા તાલુકાના રહીશ પ્રદીપભાઈ ગામીત, સુનીલભાઈ ગામીત અને ઇશાકભાઈ ચોધરી દ્વારા પોતાની ગાડી ફોર વ્હીકલ વાહનમાં સ્વખર્ચે મધ્યપ્રદેશના બાલાઘાટ જવા નીકળી પડેલ અને યુવાન અને માનશીક રીતે અસ્વસ્થ રાહુલને પોતાના માદરે વતન સુધી લઇજવા નાગપુર ખાતેનાં રહીશ અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિના પ્રમુખ ગોવિંદ બીસેન ની મદદ લઇ તેઓને વતન પોહ્ચાડવા તજવીજ હાથ ધરેલ. આખરે રાત્રે ૧૧; 30 ના સમયે રાહુલને તેમનાં પરિવારને કબજો સોપવામાં આવેલ, આ પ્રશંગે રાહુલનાં ત્રણ મામાઓએ રાહુલનો કબજો લઇ, બાલાઘાટના વતની રમેશભાઈ હરેનખેડે કે જેઓ ગ્રેસ પબ્લિક સ્કૂલના સંચાલક છે, તેઓની હાજરીમાં અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિના પ્રમુખ ગોવિંદ બીસેન ની હાજરીમાં કબજો સોપેલ, રાહુલ પરિવારને હેમખેમ પાછો મળતાં ખુશી ની લાગણીઓ ફરી વળી હતી;

એમ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિના કાર્યકર અને સામાજિક કાર્યકર મિત્રોની સેવા દ્વારા બાલાઘાટ જીલ્લાનો ૧૭ વર્ષીય માનસિક બીમાર રાહુલ રાહંગડાલે  મધ્યપ્રદેશ ખાતે તેમનાં પરિવારને સોંપીને સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું. સદર કાર્ય માં સહભાગી થનાર દરેક નો  રાહુલનાં પરિવાર વતી આભાર બાલાઘાટના વતની રમેશભાઈ હરેનખેડે દ્વારા માનવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है