શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
NOPRUF ગુજરાતનું પ્રતિનિધિ મંડળ રાકેશભાઈ અને પંકજભાઈ ની આગેવાનીમાં મા.મુખ્યમંત્રીશ્રી ની કરી મુલાકત
નેશનલ ઓલ્ડ પેન્શન રીસ્ટોરેશન યુનાઈટેડ ફ્રન્ટ ( NOPRUF) એ કેન્દ્ર સરકાર ખાતે નોંધાયેલ કેન્દ્ર અને રાજ્ય સરકારના બધી કેડર ના કર્મચારીઓનું એક સંગઠન છે.જેનો ઉદ્દેશ સરકારી કર્મચારીઓના હિતો તેમજ નિવૃત્તિ બાદ તેઓની નાણાકીય સુરક્ષાની જાળવણી કરવા બંધારણીય રીતે જૂની પેન્શન સ્કીમને ફરીથી રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે લાગુ કરાવવાનો છે. જે માટે NOPRUF રાષ્ટ્રીય તેમજ રાજ્ય સ્તરે દરેક સરકારી કર્મચારીઓ તેમજ તેઓ ના સંઘઠન સાથે સંકલન સાથે કાર્ય કરી રહ્યા છીએ.
NOPRUF ગુજરાતનું પ્રતિનિધિ મંડળ રાકેશભાઈ અને પંકજભાઈ ની આગેવાનીમાં 25/10/2021 નાં રોજ મા.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળી રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા માગણી કરી હતી.
સાથે ભારત સરકારે NPS યોજનામાં વખતોવખત કરેલા સુધારા લાગુ કરવા ખાસ કરીને NPS હેઠળના કર્મચારીઓ માટે ફેમિલી પેંશનની જોગવાઈ તાકીદે લાગુ કરવા અને NPS હેઠળના જે કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે તેમની વિધવાઓને ફેમિલી પેન્શન તાત્કાલિક શરુ કરી આપવા માટે મુખ્યમંત્રીશ્રીને માગણી કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા 2009થી NPS હેઠળના કર્મચારી ના મૃત્યુ પ્રસંગે તેમના વારસદારોને ફેમિલી પેન્શન આપવામાં આવે છે પરંતુ ગુજરાતમાં બાર વર્ષ સુધી આ સુધારો અમલમાં આવી શક્યો નથી તે બાબતથી મુખ્યમંત્રીશ્રીને અવગત કરાવ્યા હતા.NPS હેઠળ તેમને ખુબ જ નજીવું પેન્શન મળે છે.તે બાબત ઉદાહરણ સહિતના કિસ્સાઓ સાથે રજૂ કરી હતી તથા નવી પેન્શન યોજનામાં નિવૃત થનારને ખાસ પેન્શન મળતું ન હોવાથી જૂની પેન્સન યોજના ફરી શરૂ કરવા માંગણી કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ લાંબો સમય સંગઠનના હોદ્દેદારો ને સાંભળ્યા હતા.તેમણે વિષયને ગંભીરતાપુર્વક લઈ તંદુરસ્ત ચર્ચા કરી હતી.ત્યારબાદ તેમણે ઉપસ્થિત અધિકારીને આ બાબતે શું થઈ શકે છે તેની શક્યતા ચકાસવા મૌખિક આદેશ કર્યો હતો.
NPS ધારક સરકારી કર્મચારી માટે અતિ મહત્વ નાં આ રજૂઆત ચીફ સેક્રેટરી, ગુજરાત રાજ્ય ને પણ જૂની પેન્શન, ફેમિલી પેન્શન, તમેજ કેન્દ્ સરકાર નાં તમામ સુધારા લાગુ કરવા રજૂઆત આપવા માં આવેલ છે.તા.26/10/2021 રોજ મા.નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સાહેબને પણ મળી રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા માગણી કરી હતી.
સાથે મૃતક કર્મચારીઓના વારસો માટે ફેમિલી પેન્શનની બાબત પર માનવીય અભિગમ સાથે સત્વરે વિચારણા કરવામાં આવે તેવી વિનંતી કરી હતી.નાણાં મંત્રીશ્રીએ સંગઠનના હોદ્દેદારો ને સાંભળ્યા હતા.તેમણે ખૂબ જ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.ગુજરાત NOPRUF ટીમે હકારાત્મક અભિગમ સાથે કર્મચારીઓ ના માટે સંવેદનશીલ મા.મુખ્યમંત્રીશ્રી અને મા.નાણાંમંત્રીશ્રી અને સરકારશ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો.