
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાવિત
આજ રોજ વાંસદા તાલુકાના વાંસકુઈ ગ્રામ પંચાયતની મુલાકાત લઈ અનેક બાબતો પર ચર્ચા વિચારણા કરી હતી, હાલમાં વાંસદા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીથી સીનિયર પી.એસ આઇ. તરીકે ફરજ પર વિરેન્દ્રસિંહ વાઘેલા સાહેબની નિમણુંક કરાઈ છે. ત્યારે તેઓ એ અનેક ગ્રામ પંચાયતની મુલાકાતો કરી ને ગ્રામ પંચાયત અને આગેવાનો સાથે પરામર્શ કરવાનું નવતર પ્રયોગ વાંસદા પંથકમાં ચાલુ કરેલ છે. તેનાં ભાગરૂપે આજ રોજ વાંસદા તાલુકાના વાંસકુઈ ગ્રામ પંચાયતની પણ મુલાકાત લીધી હતી.
વાંસદા તાલુકાના વાંસકુઈ ગ્રામ પંચાયત ના તમામ સભ્યો તથાં આગેવાનો અને સરપંચ, તલાટી ક્રમમંત્રીની પી.એસ આઇ. વિરેન્દ્રસિંહ વાઘેલાએ રૂબરૂ મુલાકાત લીધી હતી.
આ મુલાકાતમાં ગ્રામ પંચાયતના સભ્યો તથાં આગેવાનોના અનેક પ્રશ્નો પી.એસ આઇ. વિરેન્દ્રસિંહ વાઘેલાએ સાંભળી તેમના જવાબો આપ્યા હતાં. તથાં ગ્રામ પંચાયતમાં કામગીરી કઈ રીતે કરવી તે સલાહ સુચનો આપી કાયદો અને વ્યવસ્થા જળવાય અને વાંસકુઈ ગામમાં સુલેહ શાંતિ બની રહે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પડ્યું હતું.
તથાં કોઈ પણ સમાજ ને લગતા કે અન્ય તહેવારોને લગતા કોરોના મહામારીમાં કઈ રીતે કામગીરી કરવી તેની ગાઈડલાઈનની વિસ્તૃત સમજ આપી હતી.
આ મુલાકાત વખતે વાંસકુઈ ગ્રામ પંચાયતના તમામ સભ્યો, સરપંચ શ્રીમતિ રેખાબેન, તલાટી ક્રમમંત્રી નિકુંજભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ કરસનભાઈ, ગામના અનેક આગેવાનો સહીત બિપિનભાઈ, નાગજીભાઇ વગેરે હાજર રહ્યા હતા.