શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ એન્કર
BTP/BTTS નાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા દ્વારા પૂરગ્રસ્ત ગામોમાં ઘરવખરી અનાજની કિટ આપવામાં આવી :
ઝઘડિયા તાલુકાના નર્મદા નદીમાં આવેલ ઘોડાપૂરમાં અસરગ્રસ્ત ગામો ઇન્દોર, પાનેથા, મોટા વાસણા અને નાના વાસણા ગામોની રૂબરૂ મુલાકાત કરી હતી અને પૂરગ્રસ્તોની રૂબરૂ મુલાકાત લઈને ઘરવખરી માટેનો આખેઆખું ગામ જમી શકે એવી ભોજન માટેની અનાજની કિટ આપવામાં આવી હતી. જેમાં ચોખા, તેલ, તુવેર દાળ, ડુંગળી, બટાટા, મરચું, હળદર, મીઠું સહિતની પુરતા પ્રમાણમાં ગામના લોકો ભોજન બનાવી જમી શકે તેટલી અનાજ ની કિટ આપવામાં આવી હતી. અને પૂરગ્રસ્ત ગામોમાં ઘરેઘરે જઈ સ્થળ મુલાકાત કરી હતી અને આવનાર દિવસોમાં જ સ્થાનિક પંચાયત ના સરપંચ અને સભ્યો પાસેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરાવી માહિતી એકત્ર કરી રાજય સરકારને પૂરેપૂરું વળતર ચુકવવામાં આવે તે અંગે આવેદનપત્ર પાઠવવામાં આવશે એવું જણાવ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે જે પૂરનાં કારણે આટલા મોટાં પ્રમાણમાં તારાજી સર્જાઈ એ ભાજપ સર્જિત હોનારતનાં લીધે નુકસાન થયું છે. જેના માટે ગુજરાત રાજ્ય સરકાર ને રજુઆત કરવામાં આવશે અને પુરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોના પાકને થયેલ નુકસાનની તત્કાળ સહાય આપવામાં આવે અને અસરગ્રસતોને કેશડોલ આપવા માટે નાયબ કલેકટર ઝઘડિયાને તાત્કાલિક રજુઆત કરી હતી.
રાજકીય નેતાઓને પૂર ગ્રસ્ત વિસ્તાર મા જનતા ના આક્રોશ નો સામનો કરવો પડે છે..
પુરગ્રસ્ત પરિવારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ પૂરગ્રસ્ત વિસ્તારોની પૂરનાં પાણી ઓછળી ગયા બાદ પણ ભાજપ પક્ષના નેતા કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ જાતની સ્થળ મુલાકાત કરવામાં આવી નથી. ઈન્દોર ગામના પૂરમાં સંકટમોચન બનેલ બોટના યુવાનના લીધે ખૂબ મોટી રાહત થઇ હતી અને લોકોને સહીસલામત બહાર કાઢવામાં મદદ રૂપ થનાર મકબુલ ભાઈ ઉમરભાઈ ની પણ બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવા એ રૂબરૂ મુલાકાત કરી આ સેવાભાવી કાર્ય કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
પાણેથા, ઈન્દોર, નાના વાસણા અને મોટા વાસણા સહિતના ગામોમાં પુરગ્રસ્ત પરિવારો માટે એક આખેઆખું ગામ ભોજન બનાવી જમી શકે એટલા પ્રમાણમાં અનાજ કિટ બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવા દ્વારા આપવામાં આવી.
પત્રકાર દિનેશ વસાવા ગ્રામીણ ટુડે ન્યુઝ દેડિયાપાડા