બ્રેકીંગ ન્યુઝ

પોલીસકર્મીઓ ગેરવર્તણૂક કરે તો ફરિયાદ કરવા બાબતે પોલીસ વિભાગનું જનજાગૃતિ અભિયાન યોજાયું : 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, સાપુતારા પ્રદીપ ગાંગુર્ડે 

પોલીસકર્મીઓ  જો ગેરવર્તણૂક કરે તો  જનતા ફરિયાદ કરે તે બાબતે  સાપુતારા પોલીસ વિભાગનું જનજાગૃતિ અભિયાન યોજાયું : 

સાપુતારા: ગુજરાત નુ હિલ સ્ટેશન  સાપુતારા ફરવા માટે જાવ અને તમને પોલીસના સ્ટાફ અંગે અથવા કોઈ પોલીસકર્મીની ગેરવર્તણૂકનો અનુભવ થાય તો તમે વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ કરી શકો છો. આ અંગે સાપુતારામાં અને આસપાસ જાગૃતિ બેનરો લગાડવામાં આવ્યા છે.  લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી બેનરો તથા પેમ્પલેટ લગાવવામાં આવ્યા.

ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથકનાં ઇન્ચાર્જ પીએસઆઈ એમ.બી.ઝાલા અને સ્ટાફ દ્વારા સાપુતારા પોલીસ મથક વિસ્તારમાં પોલીસ કર્મી દ્વારા ગેર વર્તણૂક કરવામાં આવે તો તે અંગે ફરિયાદ કઈ રીતે કરવી તે બાબતે માહિતી પૂરી પાડતા બેનરો તથા પોસ્ટરો લગાવવામાં આવ્યા, તથા લોકોને તે અંગે સમજ પણ આપવામાં આવી હતી.

સાપુતારા પોલીસ મથક વિસ્તારમાં પોલીસના  વર્તણૂક વિરુદ્ધ ફરિયાદ નોંધાવા તેમજ પોલીસની મદદ માટે ૧૦૦/૧૧૨ નંબર અંગે જાણકારી આપવામાં આવી હતી તેમજ કોઈપણ પોલીસ કર્મચારી કે, હોમગાર્ડ/જી.આર. ડી. દ્વારા લાંચ રૂશ્વતની માંગણી કરવામાં આવે તો એસીબી હેલ્પલાઈન નંબર ૧૦૬૪ ઉપર સંપર્ક કરવા માટે પોલીસ દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી બેનરો તથા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है