
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી
સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીના પગલે ૪૦ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, આ લોકડાઉન દરમિયાન દેશના તમામ ખેડુતોનો તૈયાર થયેલો રવિપાકની વેચાણ વ્યવસ્થા, માર્કેટીગ તથા મજૂર પ્રશ્નના કારણે મોટાભાગના પાકોને નુકશાન થતાં આની સીધી અસર ખેડૂતોને તેમની આવક ઉપર થવા પામી હતી, આવા કપરા સમયમાં, ખેડૂતોને આગામી ખેતી કરવાના ખર્ચા અને ખેતી જારવણી ખર્ચ માટે બેંક ખેડૂતોને મદદરૂપ થાય એવા શુભ આશયથી વ્યક્તિગત કે મંડળી મારફતે ધીરાણ મેળવવા KCC ધારકોને ખેતીવિષયક મધ્યમ મુદ્દત પાંચ વર્ષનાં વાર્ષિક હપ્તેથી બેંક દ્વારા નાણાંકીય ધીરાણ સ્વરૂપે સુડીકો કોવિડ-૧૯ નાં નામે ધીરાણ કરવા સુડીકી-૧૯ યોજના તૈયાર કરી, યોજના અમલમાં મૂકી હતી, આ યોજના અંતર્ગત સુરત ડિસ્ટ્રીક કોપરેટીવ બેંક, માંગરોળ શાખાએ તાલુકાની નોગામ સેવા સહકારી મંડળીના કુલ ૨૮ સભાસદોને સભાસદ દીઠ ૪૫ હજાર રૂપિયાના ચેકો આજે બેંકની માંગરોળ શાખા ખાતે મંડળીના પ્રમુખશ્રી ભરતભાઈ પટેલ અને ઉપપ્રમુખશ્રી શાંતિભાઈ એન પટેલની હાજરીમાં બેંકના શાખા પ્રબંધક ચિંતનકુમાર કે મોદી અને લોન વિભાગના યોગેન્દ્રસિંહ છત્રસિંહ ચૌહાણ ના હસ્તે ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા, આજે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો ૭૦ મો જન્મદિવસ હોય મંડળીના સભાસદોને આ ચેકો આપવામાં આવ્યા છે, એમ મંડળીના પ્રમુખશ્રી ભરતભાઈ પટેલે જણાવ્યું છે, એમણે આ ધીરાણ આપવા બદલ બેંકના પ્રમુખશ્રી નરેશભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી સંદીપ દેસાઈ, માંગરોળ તાલુકાના ડિરેક્ટર શ્રી.દિલીપસિંહ રાઠોડ અને બેંકની માંગરોળ શાખાના સ્ટાફ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો .