શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ પત્રકાર: પ્રદીપ ગાંગુર્ડે
સાપુતારાના નવાગામના વિસ્થાપિતો સાથે ડાંગ SPનો લોક સંવાદ:
સાપુતારા: સાપુતારાના વિકાસ માટે જે સ્થાનિક આદિવાસી નિવાસીઓએ જે બલિદાન આપ્યું છે. તે ઈતિહાસના પુસ્તકોમાં અમર થઈ ગયું છે. વિસ્થાપિત થયેલા નવાગામના લોકો સાથે ડાંગ જિલ્લા પોલીસ વડા અને ગામના પોલીસ પટેલ સહિત ગ્રામજનોનો લોક સંવાદ યોજાયો હતો, જેમાં જિલ્લા પોલીસ વડાએ બાળકો ભણતર તરફ આગળ વધે બાળકો પોતાનું ભવિષ્ય ઉજળું બનાવે એ બાબત પર ભાર મૂક્યો હતો.
સાપુતારાના વિકાસ માટે જમીન ગુમાવનારા નવાગામના ગ્રામજનો જોડે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાએ સંવાદ સાધ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગામના પોલીસ પટેલ પુન્ડલીકભાઈ ગાંગુર્ડે અને ગ્રામજનો જોડે ચર્ચામાં ખાસ કરીને નવી પેઢી ભણતર તેમજ ધંધા-રોજગાર તરફ આગળ વધે એ વિષયમાં ચર્ચા થઈ હતી. નાના-મોટા ઝઘડા ગામ પંચમાં સમાધાન થાય એ વિષયમાં ચર્ચા થઈ હતી.
પોલીસને લગતી કોઇપણ નાની મોટી સમસ્યા હોય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો નવાગામના લોકોમા ગુનાહિત પ્રવૃત્તિમાં પ્રમાણ નહિવત જણાય છે. નવાગામના લોકો ખૂબ જ મહેનતુ અને હોંશિયાર છે. તેથી પોતાનાં બાળકો પર ખાસ ધ્યાન રાખે અને નવાગામનું ભણતરનું સ્તર ખૂબ જ ઊંચું આવે તે માટે પ્રયાસ કરવા જોઈએ. પોલીસ અને પ્રજા વચ્ચે મનભેદ નહીં રહેવો જોઈએ. પોલીસને લગતી કોઈપણ મોટી સમસ્યા હોય તો તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી જાણ કરવી જોઈએ.