
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડિયાપાડા તાલુકાનાં ચીકદા ગામે એક ઇસમને અગમ્ય કારણોસર ચાર ઈસમોએ ઝગડો કરી જાન થી મારી નાખવાની ધમકી આપતા ડેડીયાપાડા પોલીસે 4 ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો:
મળતી માહિતી અનુસાર ફરિયાદી લક્ષ્મણભાઇ જયંતીભાઈ વસાવા ઉંમર વર્ષ 25 રહે. આંબા ફળિયું ચીકદા તારીખ 27-5-2021 , 10 વાગ્યાનો 15 મિનિટના અરસામાં લક્ષ્મણભાઇ પર અમરસિંગભાઈ રૂપસિંગભાઈ વસાવા નો ફોન આવ્યો હતો અને ફોન પર લક્ષ્મણભાઇ ને જણાવેલ કે તમે વોટ્સએપ ગ્રુપમાં શુ લઈને બેઠા છો? ત્યારે લક્ષ્મણભાઇ એ ગામની લાઈટ નો પ્રોબ્લેમ પાણીની સમસ્યાઓ જેવી પ્રાથમિક સમસ્યાઓ જણાવી હતી, પરંતુ અમરસિંગભાઈ એ ઉત્તર આપતા કહ્યું કે એમાં અમે શુ કરી શકીએ? ત્યારે લક્ષ્મણભાઈ એ આ સમસ્યાનો ઉકેલ પણ જણાવ્યો હતો, પણ તને એકલાને પ્રોબ્લેમ છે . ગ્રામજનોને નથી પ્રોબ્લેમ તમે બો ભણી ગયેલા છો તેમ કહી એક જાગૃત યુવાનની વાણી સ્વતંત્રતા નો હક છે તે દબાવવા ની કોશિશ કરી હતી. ત્યાર બાદ અમરસિંગભાઈ એ લક્ષ્મણભાઇ ને તારીખ 27 મી ના 10 વાગ્યાને 25 મીનિટે ચીકદા દરગાહ પાસે પંચ બેસવાનો છે તેમ કહી તેને બોલાવી તેને અનાબ સનાબ બોલી લક્ષ્મણભાઇ ને ઇલેશભાઈ ખાતરિયાભાઈ વસાવા એ એક તમાચો મારી માં બેન સમી ગાળો બોલી વિજયભાઈ શિવાભાઈ વસાવા ,રેવજીભાઈ ગિમલાભાઈ વસાવા, કુલ ચાર વયક્તિ દ્વારા ઝપાઝપી કરી ત્યાં હાજર જાતરિયાભાઈ મીરાભાઈ વસાવા એ લક્ષ્મણભાઇ ને છોડાવી લીધા બાદ ચારે ઈસમોએ લક્ષ્મણભાઇ ને જાન થી મારી નાખવાની ધમકી આપતા તારીખ 31-5-2021 ના રોજ ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હતી.