શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ડેડીયાપાડા ખાતે સરકારી દવાખાના ની નવીન ઇમારતનું ઉદઘાટન કરવાની ધારાસભ્ય ચૈતર વસાવાની માંગ:
જો એક મહિનામાં દવાખાના માં આધુનિક સાધનો પૂરા નહી પડાય નવી ઇમારત નું ઉદઘાટન પ્રજાજનો ભેગા મળીને કરી દે તેવી ચીમકી આપતા ધારાસભ્ય:
આદિવાસી વિસ્તારોમાં સહુથી મોટો પ્રશ્ન પ્રસુતિ નો અદ્યતન પલંગો ની વ્યવસ્થા કરવામાં આવે ની માંગ:
મેડિકલ ઓફિસર સહિત ગાયનેકની જગ્યાઓ ભરવાની તાંતી જરૂર:
નર્મદા જીલ્લા ના આદિવાસી વિસ્તાર માં તબીબી સેવાઓનાં હાલ બેહાલ હોવાના આરોપ સાથે આજ રોજ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા એ ડેડીયાપાડા ના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધી હતી. દવાખાના ના પ્રસુતિ વોર્ડમાં ફરી પ્રસુતા બહેનોને મળી ખબર અંતર પુછી ઉપલબ્ધ સેવાઓની માહીતિ મેળવી હતી. અને ડેડીયાપાડા ખાતે બબ્બે વર્ષ થી બની ને તૈયાર સરકારી દવાખાના ની નવીન ઇમારત નું ઉદઘાટન કરવામાં આવેલ નથી જે અંગે રોષ પ્રગટ કરી સરકાર જો ઍક મહિનામાં ઉદઘાટન નહિ કરે તો આ વિસ્તારના જનપ્રતિનિધિઓ સહિત પ્રજાજનો ઉદઘાટન કરી નાખશે ની ચીમકી ઉચ્ચારી હતી.
ડેડીયાપાડા ખાતે છેલ્લાં બે વર્ષથી નિર્માણ થયેલ સરકારી દવાખાનાની નવીન ઇમારત છતાં તેનું લોકાર્પણ કરવામાં ના આવતાં આ વિસ્તાર માં વસવાટ કરતા આદિવાસીઓને તબીબી સારવાર માટે ભારે મુંજવણ અને તકલીફો ભોગવવી પડી રહી હોવાનુ જાણવા મળતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આજ રોજ પોતાના કાર્યકરો સાથે દવાખાને પહોંચ્યા હતા,અને ફરજ બજાવતા તબીબો સાથે ચર્ચા વિમર્શ કર્યો હતો અને દવાખાના માં ઉપલબ્ધ સેવાઓ અપૂરતી અને મેડિકલ સાધનો નો અભાવ હોવાનું જણાવ્યું હતું, હાલ ડેડીયાપાડા ખાતે ના આરોગ્ય કેન્દ્ર માં 1986 નાં મોડેલ નું એક્સરે મશીન છે,જેની જગ્યા એ નવીન મશીન મુકવા, પ્રસુતા બહેનો માટે નવા પલંગો ની વ્યવસ્થા કરવા, લોહી ની તપાસ માટે નવીન ટેકનોલોજી સભર લેબ કરવા,5 કે. વી. ના જનરેટર મુકવા સહિત દવાખાના માં અપૂરતા સ્ટાફને લઈને દર્દીઓ ને ભારે મુસીબતો ભોગવવી પડે છે જેથી મેડિકલ ઓફિસર સહિત ગાયનેક તેમજ દવાખાના માં જરુરી સ્ટાફ ની ભરતી કરવા સહિત ની માંગણીઓ સંદર્ભે પોતે પ્રાંત અધિકારી સાથે ચર્ચા વિમર્શ કરસે નું જણાવ્યુ હતું.
ડેડીયાપાડા માં બે વર્ષ થી સરકારી દવાખાના ની ઈમારત બનીને તૈયાર છે પરંતુ તેનું લોકાર્પણ કરવામાં આવતું નથી જેથી ઍક મહિનાની ધારાસભ્ય ચૈતર વસાવા એ સરકારી તંત્ર ને અલ્તીમેટમ આપી લોકાર્પણ કરવામાં આવે નું જણાવ્યુ છે જો આમ નહીં થાય તો આ વિસ્તાર નાં જન પ્રતિનિધિઓ સાથે પ્રજાજનો ભેગા મળીને લોકાર્પણ કરી નાખશે ની ચીમકી પણ ઉચ્ચારી હતી. અને નવી ઇમારત નું ઉદઘાટન કરવામાં સરકાર કોની રાહ જોઈ રહી છે નો પ્રશ્ન ઉઠાવ્યો હતો.
રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા (નર્મદા)