શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલીનભાઈ
આનંદો વ્હાલી દિકરી યોજના’ માં અરજી કરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો.
સુરત: રાજ્યમાં દિકરીઓના જન્મદરને વધારવા અને કન્યા કેળવણીમાં વધારો કરવા ‘વ્હાલી દિકરી યોજના’ રાજ્ય સરકાર દ્વારા યોજનાં અમલમાં મુકવામાં આવી છે, જેમાં લાભ મેળવવા દિકરીના જન્મના એક વર્ષ સુધી અરજી કરવાની હોય છે, પરંતુ હાલ કોવિડ-૧૯ મહામારીના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ તથા લોકડાઉનના કારણે સમયસર અરજી ન કરી શકનાર એવા વાલીઓને ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા કોરોના મહામારીને ધ્યાને લઇ અરજદારો માટે આ મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે, સરકારનાં આ નિર્ણયને પ્રજાએ આવકાર્યો હતો: હવે અરજી કરવાની મુદ્દત ૧૮ માસ કરવામાં આવી,
‘વ્હાલી દિકરી યોજના’ અંતર્ગત તા.૦૨/૦૮/૨૦૧૯ થી તા.૩૧/૦૩/૨૦૨૦ દરમિયાન જન્મેલી બાળકીઓના કિસ્સામાં અરજી કરવાની સમય મર્યાદામાં છ માસનો વધારો કરવામાં આવ્યો છે, જેથી હવે અરજી કરવાની મુદ્દત ૧૮ માસ કરવામાં આવી છે, એમ મહિલા અને બાળ વિકાસ અધિકારી, સુરત દ્વારા જાહેર જનતા જોગ સંદેશમાં જણાવાયું હતું.
આ યોજનાનું અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર, ગ્રામ પંચાયત, સીડીપીઓ કચેરીખાતેથી વિનામૂલ્યે મળી શકશે. ફોર્મમાં દંપતિએ જરૂરી આધાર પુરાવા જેવા કે લાભાર્થી દીકરીના માતા-પિતાની સંયુકત આવક અંગેનો મામલતદાર, ચીફ ઓફિસર અથવા તાલુકા વિકાસ અધિકારીનો દાખલો, દીકરીના માતા-પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મદાખલો, લાભાર્થી દીકરીના આધારકાર્ડની નકલ, અરજદારની રેશનકાર્ડની નકલ, દીકરીના માતા-પિતાનું લગ્નનું પ્રમાણપત્ર, લાભાર્થી દીકરીના જન્મના પ્રમાણપત્રની નકલ, દંપતિ પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા, નિયત નમુનામાં સક્ષમ અધિકારી સમક્ષ દંપતિનું સોગંદનામુ વગેરે સહિત આ અરજી આંગણવાડી કેન્દ્ર સીડીપીઓ કચેરીમાં આપવાની રહેશે. જિલ્લા કક્ષાએ મહિલા અને બાળઅધિકારીની કચેરી, બ્લોક-એ, પ્રથમમાળ, જિલ્લા સેવાસદન-2, અઠવાલાઈન્સ ખાતે સંપર્ક સાધવાનો રહશે.